News of Monday, 24th August 2026
પ્રભાસપાટણમાં રસ્તો ઓળંગી રહેલા ખાતુબેનનું બાઇકની ઠોકરે મોત
સારવાર માટે રાજકોટ ખસેડાયા પણ દમ તોડી દીધોઃ પરિવારમાં માતમ

રાજકોટ તા. ૨૨: પ્રભાસપાટણમાં રસ્તો ઓળંગી રહેલા મહિલાનું બાઇકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે. તેઓને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. અહિ દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ વેરાવળના પ્રભાસપાટણ ખાતે હોટેલ ડી-શાઇન પાછળ રહેતાં ખાતુબેન ઇબ્રાહીમભાઇ કાલવાત (ઉ.વ.૪૭) ગઇકાલે સવારે ઘર પાસે રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે બાઇકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થઇ હતી. બાઇકચાલક પોતે પણ ફેંકાઇ ગયો હતો.
ખાતુબેનને સારવાર માટે વેરાવળ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેઓ ચાર બહેન અને ત્રણ ભાઇમાં બીજા હતાં અને અપરિણીત હતાં. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રભાસપાટણ પોલીસને કરી હતી.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
