News of Monday, 24th August 2026
ભીની થઇ ગયેલી ચડ્ડી સુકવવાના પ્રયાસમાં મળ માર્ગે હવા ભરાઇ ગઇ!
કમ્પ્રેસરની નળીનો ઉપયોગ ભારે પડયોઃ રાજકોટના સણોસરાની ફેક્ટરીમાં બનાવઃ મજૂરને સારવાર માટે દવાખાને ખસેડવો પડયો

રાજકોટ તા. ૨૪: કુવાડવા નજીકના સણોસરામાં આવેલી એક ફેક્ટરીમાં કામ કરતો ૨૫ વર્ષનો મજૂરે ન કરવાનું કરતાં એર કમ્પ્રેસરની નળીથી મળ માર્ગે હવા ભરાઇ જતાં હાલત બગડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવને તબિબે પોલીસ કેસ ગણાવી હોસ્પિટલ ચોકીના જાણ કરતાં ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.
મુળ એમપીનો આ યુવાન ફેક્ટરીમાં કામ કરે છે. તેને ત્રણ સંતાન છે. આ મજૂર કામ કરતો હતો ત્યારે પાણીમાં બેસી જતાં ચડ્ડી ભીની થઇ ગઇ હોઇ તે વખતે એર કમ્પ્રેસરની નળીથી ચડ્ડી સુકવવાનો પ્રયાસ કરતાં મળ માર્ગે હવા ભરાઇ ગયાનું જણાવાયું હતું. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
