News of Monday, 24th August 2026
સાસણમાં પોલીસ સ્ટેશનનું કૌશિક વેકરીયાનાં હસ્તે લોકાર્પણ
વર્ષો જૂની હોટલ એસો.ની માંગ સંતોષાઇઃ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કરતા આગેવાનોઃ પીઆઇ સહિત ૭રનો સ્ટાફ ફાળવવામાં આવ્યોઃ આંતરરાષ્ટ્રીય પ્રવાસન કેન્દ્ર સાસણને મળી સુવિધાઃ ડીઆઇજી અને એસપી તથા આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૪ :.. સાસણ હોટલ એસોસીએશનની છેલ્લા પાંચ વર્ષની માંગણી મહેનત રંગ લાવી હોટલ એસોસીએશનના પ્રમુખ વિનોદભાઇ જીવાણી તથા વિશાલ ધી ગ્રીનવુડ રિસોર્ટના માલિક બળવંતભાઇ ધામીએ જણાવ્યું હતું કે, અમારી આ માંગ સંતોષાતા અમો રાજયના મુ. મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુ. મંત્રી હર્ષભાઇ સંઘવી અને સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યકત કરીએ છીએ.
સાસણ તથા આસપાસના નાગરિકોની સુરક્ષા અને કાયદો વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા મેંદરડા પોલીસ સ્ટેશનની સાસણ આઉટ પોસ્ટને અપગ્રેડ કરી સાસણ પોલીસ સ્ટેશન મંજૂર કરવામાં આવેલ.
આ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ઉર્જા રાજયમંત્રી તથા જુનાગઢ જિલ્લાના સહપ્રભારી કૌશિકભાઇ વેકરીયાના હસ્તે કરાયુ હતું. એશિયાટીક સિંહ માટે વિશ્વ પ્રસિધ્ધ સાસણ આંતરરાષ્ટ્રીય પ્રસાવન કેન્દ્ર છે. અહીં ખુબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ દેશ-વિદેશથી આવતા હોય ત્યારે સરકાર દ્વારા સાસણને પોલીસ સ્ટેશનની સુવિધા આપવામાં આવતા વિસ્તારના નાગરિકોને પોલીસ સેવાઓ વધુ નજીકથી અને ઝડપી મળી રહેશે. કાયદો અને વ્યવસ્થત જાળવવા ગુનાખોરી નિયંત્રણ લાવવા તેમજ કોઇપણ તાત્કાલીક પરિસ્થિતિમાં પોલીસ દ્વારા ઝડપી કામગીરી કરવામાં આ પોલીસ સ્ટેશન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
રાજયના ઉર્જા મંત્રી કૌશિકભાઇ વેકરીયા એ જણાવ્યુ હતું કે હોટલ સંચાલકો લોકપ્રતિનિધિઓ અને સંગઠનની ટીમે ગાંધીનગર ખાતે મુ. મંત્રી અને નાયબ મુ. મંત્રી સમક્ષ સાસણગીર માટે સ્વતંત્ર પોલીસ સ્ટેશનની માંગણી કરી હતી. સરકારે પ્રવાસન ક્ષેત્રના મહત્વને ધ્યાનમાં રાખીને આ માંગ સ્વીકારી લીધી હતી. આ નવુ પોલીસ મથક શરૂ થવાથી સ્થાનિક નાગરિકો ઉપરાંત ગીરની મુલાકાતે આવતા પ્રવાસીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલી કે કટોકટીના સમયે ત્વરિત પોલીસ સહાય મળી રહેશે.
જુનાગઢ રેન્જના ડીઆઇજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, પ્રવાસન સિઝન દરમિયાન સાસણ ગીર ખાતે દેશ-વિદેશમાંથી લાખો પર્યટકો આવતા હોવાથી તેમની સંપૂર્ણ સુરક્ષા સુનિヘતિ કરવા પોલીસ તંત્ર કટીબધ્ધ છે. સરકાર સમક્ષ થયેલી રજૂઆતના આધારે ટૂંક સમયમાં મંજૂરી મેળવી લેવામાં આવી છે. અને આગામી સમયમાં આ પોલીસ સ્ટેશનને રાજયના શ્રેષ્ઠ ટુરીઝમ પોલીસ સ્ટેશન તરીકે વિકસાવવા માટે આયોજન કરવામાં આવશે.
એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યુ હતું કે, મેંદરડા પોલીસ સ્ટેશનની સાસણ આઉટ પોસ્ટને અપગ્રેડ કરી સાસણ પોલીસ સ્ટેશન મંજૂર થતા તેમાં ૧ પોલીસ ઇન્સ. ૧ પોલીસ સબ ઇન્સ., પ એએસઆઇ, ર૩ હેડ કોન્સ, ૩૮ પોલીસ કોન્સ., ર એએએસઆઇ, ર ડીઆરપીસી મળી કુલ ૭રનો સ્ટાફ ફાળવવામાં આવેલ છે.
જેમાં લોકલ એરીયા સાસણ ટાઉન હરીપુર ભાલછેલ તેમજ વિલેજ બીટમાં નાજાપુર છતરીયા કરશનગઢ ગડકીયાનેસ માલણકા, સુરજગઢ, વાણીયા વાડનેસ ગુંદીયાળી, રાણીધાર, કઠાડાનેસ, અમરાપુર કાઠીના ખડાનેસ દૂધાડાનેસ ગંગાજડીયા નેસ્ટ સોડાબેડાનેસ સાસણ પોલીસ સ્ટેશનમાં આ ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.
આ તકે ધારાસભ્ય અરવિંદભાઇ લાડાણી જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઇ મકવાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરેશભાઇ ઠુમ્મર જુનાગઢ રેન્જના ડીઆઇજી રાજેન્દ્રસિંહ ચુડાસમા જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, એએસપી રોહિતકુમાર ડાંગર, પીઆઇ વી. જે. સાવજ તેમજ સાસણગીર હોટલ એસોસીએશનના પ્રમુખ વિનોદભાઇ જીવાણી તથા વિશાલ ધ ગ્રીન વુડ રિસોર્ટના માલિક બળવંતભાઇ ધામી, સાસણના સરપંચ સ્થાનિક આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
