News of Monday, 24th August 2026
ગોંડલમાં ગણેશ ઉત્સવના નામે લલચામણી ઇનામી સ્કીમનો પર્દાફાશ : છેતરપીંડી કરતો શખ્સ પકડાયો
રૂરલ એલસીબીએ દરોડો પાડી સોના-ચાંદીના ઇનામોની લાલચ આપી ચલાવતો ખેલ ખુલ્લો પાડયો : ૭૩ ટિકીટ બુક અને ચોપડે જપ્ત

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ર૪: ગોંડલ માં ગણપતિ મહોત્સવના બહાને નાગરિકો સાથે રોકડ નાણાંની છેતરપિંડી આચરવાના ઇરાદે ગેરકાયદેસર રીતે ઇનામી ડ્રો ચલાવતા એક ઇસમ સામે એલ.સી.બી. ની ટીમે લાલઆંખ કરી છે. આરોપી પોતાના જ ઘરેથી ‘ક્રિષ્ના ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવ' નામની લલચામણી સ્કીમની ટિકિટો છપાવીને વેચાણ કરતો હતો, જેને પોલીસે દરોડો પાડીને ઝડપી લીધો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલની કૈલાશબાગ સોસાયટી, શેરી નં. ૩/૧૦ માં આવેલ ૅખોડલધામૅ મકાનમાં રહેતો રોહિતભાઈ પોપટભાઈ સોજીત્રા ઉં.વ.૪૭ પોતાના ઘરેથી જ ક્રિષ્ના ગ્રુપના નામે ગેરકાયદેસર ઇનામી ડ્રોની ટિકિટોનું વેચાણ કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રહ્યો હતો. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આરોપી વિરૂદ્ધ ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રોહિત સોજીત્રા દ્વારા છપાવવામાં આવેલી પંફ્લેટ ટિકિટોમાં લોકોને આકર્ષવા માટે મોટી લાલચ આપવામાં આવી હતી. જેમાં ૧ તોલા સોનાની ગણપતિ દાદાની મૂર્તિ, ટુ-વ્હીલર ચાંદીની લક્ષ્મીજીની મૂર્તિ, હોમ થિયેટર અને બાથરૂમ સેટ જેવા ઇનામો ડ્રોમાં આપવાની વિગતો બતાવામાં આવી હતી.
દરોડા દરમિયાન પોલીસે આરોપીના કબ્જામાંથી ઇનામી ડ્રોની ટિકિટ વેચાણની ૭૩ નંગ બુક, ટિકિટ વેચાણનો હિસાબ રાખવાનો ચોપડો અને એક ઓપો કંપનીનો એપન્રોઇડ ફોન કિંમત રૂ.૫,૦૦૦ કબ્જે કર્યો છે.
બનાવ નાં પગલે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આવી કોઈપણ લલચામણી કે ગેરકાયદેસર ઇનામી સ્કીમની ટિકિટોનું વેચાણ ચાલતું હોય તો તુરંત જ રાજકોટ ગ્રામ્ય પોલીસનો સંપર્ક કરવાં અપીલ કરાઇ છે.
એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પો. ઇન્સ. જે.પી. રાવ, પીએસઆઇ કે.એમ. ચાવડા, પીએસઆઇ એચ.સી. ગોહી, પીએઅસઆઇ આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ એએસઆઇ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા, એએસઆઇ જયવિરસિંહ રાણા, એએસઆઇ અનિલભાઇ ગુજરાતી તથા હે.કો. પ્રહલાદસિંહ રાઠોડ, તથા હે.કો. ધર્મેન્દ્રભાઇ ચાવડા, હે.કો. ભગીરથસિંહ જાડેજા તથા પો. કો. રણજીતભાઇ બોરડ તથા પો. કો. વિજયભાઇ ખડીયા તથા પો. કો. ભાવેશભાઇ મકવાણા તથા વિજયભાઇ સીંહાર સહિતના સ્ટાફે કરી હતી.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
