તા. ૧૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૧ શુક્રવાર
News of Monday, 24th August 2026
જુનાગઢના શાકભાજી યાર્ડમાં દાદાગીરી કરી વેપારી પાસેથી વટાણા લઈ જનાર ૨ની ધરપકડ
બળજબરીથી ૯,૦૦૦ના વટાણા પડાવી લીધા, ઉઘરાણી કરતા હુમલો કરી ધમકી આપી હતી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૪: જુનાગઢના શાકભાજી યાર્ડમાં દાદાગીરી કરી વેપારી પાસેથી વટાણા લઈ જનાર સાથે ૨ શખ્સની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં દોલતપરા સ્થિત શાકભાજી યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે વેપાર કરતા અર્જુનસિંઘ પ્રદિપસિંઘ ઘેલડા નામના વેપારીએ ‘‘એ'' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, યાર્ડમાં છૂટક શાકભાજી વેચતા મહમદ બદર ઈમાની અને યુનુષ બદર ઈમાની નામના બે ભાઈઓ અવારનવાર તેમની દુકાનેથી શાકભાજી લઈ જતા હતા અને નાણાં ચૂકવતા નહોતા.
જૂન ૨૦૨૬માં આ બંને શખ્સો રાત્રિના સમયે વેપારીની ગેરહાજરીમાં દુકાનેથી તેમના મજૂરો પાસેથી રૂપિયા ૯૦૦૦ની કિંમતના ૮૦ થી ૯૦ કિલો વટાણાની ૨ ગુણી બળજબરીથી લઈ ગયા હતા. વેપારીએ વટાણાના નાણાંની માગણી કરતા બંને શખ્સે લોખંડનો પાઈપ બતાવી દાદાગીરી કરી ધાકધમકી આપી હતી.
આ પછી ૨૦ ઓગસ્ટ અને ૨૨ ઓગસ્ટના રોજ બંને ફરીથી દુકાને આવી બાકી નાણાં આપવાની ના પાડી ગાળો આપી અને લોખંડના પાઈપ વડે માર મારવા દોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માર્કેટિંગ યાર્ડના અન્ય વેપારીઓ પણ આ બંને ભાઈઓની આવી દાદાગીરીથી ત્રસ્ત હોવાથી તમામ વેપારીઓએ એકઠા થઈ પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો હતો.
આ બનાવ અંગે રવિવારે ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી. પીઆઇ એ. બી. ચૌધરીના માર્ગદર્શનમાં પીએસઆઇ વાય. એન. સોલંકીએ તુરંત તપાસ હાથ ધરી બંને શખ્સની શખ્સને દબોચી લીધા હતા.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
