<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

તળાજાના મથાવડા ગામે પાણીમાં ડુબી જવાથી ર ના મોતથી અરેરાટી

પ મિત્રો ચેકડેમમાં ન્‍હાવા ગયા હતા ૩નો આબાદ બચાવ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર, તા.૨૪: મથાવડા ગામના પાંચ યુવાન મિત્રો  રવિવાર ની રજા હોય વાડી વિસ્‍તારમા આવેલ ચેકડેમ મા ન્‍હાવાની મજા લેવા બોયુંલઈને ગયા હતા. બપોરે આશરે ૧૧.૩૦ ના સુમારે એકજ બોયાસાથે પાંચેય મિત્રો ન્‍હાવા પડ્‍યા ને બોયું ઉંધુ થઈ જતા તુષાર ગંભીરભાઈ શિયાળ ઉ.વ.૧૭ અને મિલન ગોવિંદભાઈ શિયાળ ઉ.વ.૨૨ જોત જોતામાજ પાણીમાં ગરકાવ થઈગયા હતા. સાથેના મિત્રોનો આબાદ બચાવ થયો હતો. બનાવ ની જાણ અલંગ-તળાજા ફાયર રેસ્‍કયુ ટીમ અને ગામના લોકોને થતા ટોળેટોળા ઉમટી પડ્‍યા હતા. તળાજા રેસ્‍કયુ ટીમના વડા પઢેરિયા એ જણાવ્‍યું હતુ કે અલંગ રેસ્‍કયુ ટીમેબંને યુવાનોને પાણીમાથી કાઢયા હતા.

જોકે પાણીમાંથી કાઢવામા આવ્‍યા તે પહેલાકાળ તેનું કામ કરી ચુકયો હતો. શિયાળ પરિવારના ના બંને આશાસ્‍પદ યુવાનો ને કાળે પળવારમા છીનવી લેતા માથે આભ ફાટયું તેવી સ્‍થિતિ સર્જાઈહતી. પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળ પરિવારના યુવાનો હતા.

૧૦૮ દ્વારા બંનેના પાર્થિવ શરીર ને તળાજાની રેફરલ હોસ્‍પિટલમા પી.એમ માટે લવાતા મથાવડા ગામના રહીશો, પરિવારજનો, ધારાસભ્‍ય ગૌતમભાઈ ચૌહાણ, તુલસીભાઈ મકવાણા, એ.બી.મેર, મુકેશભાઈ સુખાભાઈ મકવાણા, જિલ્લા ભાજપ સંગઠનના મંત્રી પાતાભાઈ ભરવાડ, હરિૐભાઈ ભીલ, પંકજભાઈ બારૈયા, રમેશભાઈ ભાલિયા, હરેશભાઇ મેર સહિતના આગેવાનો આફતગ્રસ્‍ત પરિવારને સાંત્‍વના આપવા દોડીઆવ્‍યા હતા. બનાવના પગલે તળાજા નાયબ મામલતદાર રાજુભાઇ ગોહિલ, નીતિનભાઈ વાળા એ જરૂરી મુલાકાત લીધીહતી. ભાઈ બહેન ના પવિત્ર તહેવાર રક્ષાબંધન પહેલાજ શિયાળ પરિવાર ની બહેનોને બે ભાઈઓને ગુમાવ્‍યાછે.

(11:37 AM IST)