News of Monday, 24th August 2026
આવનારા દિવસોમાં સોૈરાષ્ટ્રમાં સાર્વત્રિક સારા વરસાદી રાઉન્ડની શકયતા આડે,‘જો અને તો'નું સમીકરણ
આવનારા દિવસોમાં બંગાળની ખાડી કે અરબસાગરમાં જો વાવાઝોડું બને તો, ચોમાસાની વિદાય બાદ પણ ભારે વરસાદી રાઉન્ડ સંભવ બની શકે છેઃ ગત વર્ષે આવું બનેલું

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૨૨: હાલની વેધર સ્થિતિ જોઇએ તો બંગાળની ખાડીથી ઉદ્ભવેલ લો પ્રેશર સીસ્ટમ્સ અંદર પ્રવેશીને મધ્યપ્રદેશ સુધી પહોંચી છે અને ત્યાં આસપાસ ભારે વરસાદ વરસાવી રહેલ છે. જો કે આ સીસ્ટમ્સ પણ આઇએમડીના મોડેલ મેપ્સ અને ઇસીએમ ડબલ્યુએફ સહિત ફોરકાસ્ટ મોડેલોમાં અગાઉની સીસ્ટમ્સ જેમ ઉતર પヘમિ તરફ ટ્રેક હોઇ ઉતર તરફી સરકી જવાની સંભાવના દર્શાવે છે. ગુજરાતમાં ખાસ કરી સોૈરાષ્ટ્રમાં તેનો કોઇ ખાસ વરસાદી પ્રભાવ નહી જોવા મળે.રાજસ્થાનમાં એન્ટી સાયકલોનિક સકર્યુલેશન સીસ્ટમ શરૂ થઇ ચુકેલ હોઇ, આ સીસ્ટમ્સના પ્રભાવે રાજસ્થાનમાં હવે કોઇ ચોમાસુ સીસ્ટમ્સ વરસી શકે તેવી સંભાવના નહીવત જોવા મળે છે. ઉપરાંત રાજસ્થાનથી શરૂ થયેલ આ એન્ટી સીસ્ટમનો ઘેરાવો વધ્યે ગુજરાતમાંથી પણ ચોમાસુ ધીમી ગતિએ વિદાય લેશે. રાજયના સોૈરાષ્ટ્ર-કચ્છમાં હાલ વરસાદી ઘટ જોવા મળે છે. ત્યારે અહીંથી આ વરસાદી ઘટ સાથે જ ચોમાસુ વિદાય લઇ લેશે? કે પછી હજુ વધુ એક સાર્વત્રિક સારો વરસાદી રાઉન્ડ સોૈરાષ્ટ્રને ભીંજવશે? આ ઓગસ્ટ માસની અંતિમ તારીખો બંગાળની ખાડીમાં હજુ વધુ એક લો પ્રેશર સીસ્ટમ આકાર લેશે તેવું મોડેલ મેપ્સમાં જોવા મળે છે. વળી આ બનનારી સીસ્ટમ હાલની સીસ્ટમથી થોડી વધુ મજબુત હશે તેવું પણ જોવા મળે છે. સોૈરાષ્ટ્રમાંથી હવે ચોમાસુ વિદાય લઇ લેશે કે હજુ વધુ એક સારા વરસાદી રાઉન્ડની આશા રાખી શકાય? આ માટે ‘જો અને તો' નું સમીકરણ જોવા મળે છે. વિતેલા ૨૦૨૫ના ચોમાસ તરફ દ્રષ્ટિપાત કરીએ તો, ગત વર્ષ કેરળમાં ચોમાસુ એક સપ્તાહ વહેલું શરુ થયેલું. અને ગુજરાતમાં પણ ચોમાસુ વહેલુ એન્ટર થયેલું જયારે ઓણ સાલનું ચોમાસુ કેરળમાં તો સમયસર પણ ગુજરાતમાં બહુ મોડુ શરૂ થયેલુ. ગત વર્ષે મોન્સૂન વિડ્રોવલ અર્થાત ચોમાસાની વિદાય વહેલી થવા છતા પણ ગુજરાતમાં કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ વરસ્યે રાખ્યો હતો. ત્યાં સુધી કે ગતવર્ષે દેશના અડધા ઉપરાંત ભાગમાંથી ઓકટોબરના મધ્યે ચોમાસાની વિદાય છતા ગુજરાત-મહારાષ્ટ્રમાં વરસાદી સંભાવના આઇએમડી દ્વારા દર્શાવવી પડી હતી. બાદમાં ૨૭ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ બંગાળની ખાડીમાં બનેલી સીસ્ટમ થી ‘મોન્થા' નામનું વાવાઝોડું આંધ્રમાં લેન્ડ ફોન કરી આગળ ધપ્યું હતું. એ સમયે ગુજરાતમાં ડીપ્રેસન સીસ્ટમ સક્રીય બની હતી. જેથી ઓકટોબરના અંતભાગે અને સપ્ટેમ્બરના પ્રારંભે પણ સોૈરાષ્ટ્રમાં સારો વરસાદ વરસ્યો હતો. વિતેલા ચોમાસાની સ્થિતિ જોયા બાદ હાલ પણ જો બંગાળની ખાડી કે અરબસાગર માં વાવાઝોડા જેવી તાકતવાર સીસ્ટમ બને તો રાજસ્થાનની એન્ટી સીસ્ટમ તેને ગુજરાતમાં પ્રવેશવા રોકી ન શકે. જો વાવાઝોડાનો ટ્રેક (દિશા) ગુજરાત તરફ હોય તો સોૈરાષ્ટ્રમાં સારા-સાર્વત્રિક વરસાદી રાઉન્ડની હજુ પણ આશા રાખી શકાય-અન્યથા નહી. જો કે બંગાળની ખાડી-અરબસાગરમાં સપ્ટેમ્બર માસમાં વાવાઝોડાની સીસ્ટમ્સ વધુ ઉદ્ભવતી હોવાનો ભૂતકાળ રહયો છે
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
