<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

કચ્‍છના મુન્‍દ્રા પાસેથી ૩૭ લાખના હેરોઈન સાથે પંજાબનો ટ્રેઈલર ચાલક ઝડપાયો

રસ્‍તામાં રાજસ્‍થાન અને ગાંધીધામમાં થોડો માલ વેંચ્‍યો, પોલીસે ૧.૫૮ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૪: ગુજરાતમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત પヘમિ કચ્‍છ એસ.ઓ.જી. પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે મુન્‍દ્રા તાલુકાના મોખા-પ્રાગપર રોડ પર આવેલા ર્પાકિંગમાંથી એક ટ્રેઇલર કન્‍ટેનરની તલાશી લઈને તેમાંથી રૂ. ૩૭ લાખની કિંમતનું ૧૮૫ ગ્રામ ઉચ્‍ચ ગુણવત્તાવાળું હેરોઈન ઝડપી પાડ્‍યું છે. પヘમિ કચ્‍છ એસ.ઓ.જી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્‍યારે તેમને ચોક્કસ આંતરિક બાતમી મળી હતી કે પંજાબથી આવેલા એક કન્‍ટેનર ટ્રેઇલરમાં નશીલા પદાર્થનો જથ્‍થો છુપાવવામાં આવ્‍યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્‍કાલિક મોખા નજીકના ર્પાકિંગમાં ભેલા ટ્રેઇલરની કેબિનમાં દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. ટ્રેઇલરની કેબિનમાંથી એક હેન્‍ડબેગમાં રાખેલા પ્‍લાસ્‍ટિકના પાઉચમાંથી હેરોઈનનો આ જથ્‍થો મળી આવ્‍યો હતો, જેની પુષ્ટિ એફ.એસ.એલ. અધિકારી દ્વારા પણ કરવામાં આવી છે. આ ગુનાહિત પ્રવળત્તિ બદલ ટ્રેઇલર ચાલક કારજસિંઘ કુલબીરસિંઘ માનીસ (ઉંમર વર્ષ ૩૦, રહે.મોગા, પંજાબ) ની સ્‍થળ પરથી જ પોલીસે ધરપકડ કરી લીધી હતી. પોલીસ દ્વારા ઘટનાસ્‍થળેથી આ મુજબનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો છે. હેરોઈન ડ્રગ્‍સ ૧૮૫ ગ્રામ (અંદાજિત આંતરરાષ્‍ટ્રીય કિંમત રૂ.૩૭ લાખ)રોકડ રકમ રૂ.૧,૫૯,૧૦૫, વાહન રૂ.૪૦ લાખની કિંમતનું ટ્રેઇલર કન્‍ટેનર (સૂતરના ધાગા ભરેલું)અન્‍ય સામગ્રી નશીલા પદાર્થનું વજન કરવાનો ડિજિટલ કાંટો, ખાલી પાઉચ અને ૨ મોબાઈલ ફોન. કુલ જપ્ત મુદ્દામાલ રૂ.૧.૫૮ કરોડ. આ ડ્રગ્‍સ તે અહીં ગ્રાહકોને વેચવાનો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી ચાલકે કબૂલાત કરી છે કે તેણે પંજાબના મોગાના રહેવાસી રવિ ઉર્ફે બગ્‍ગા નામના શખ્‍સ પાસેથી રૂ.૨.૪૦ લાખમાં ૨૦૦ ગ્રામ હેરોઈન ખરીદ્યું હતું. તેમાંથી ૧૫ ગ્રામ જથ્‍થો તેણે રસ્‍તામાં રાજસ્‍થાન અને ગાંધીધામ ખાતે વેચ્‍યો હતો, જ્‍યારે બાકીનો ૧૮૫ ગ્રામ જથ્‍થો તે મુન્‍દ્રા અને ગાંધીધામના સ્‍થાનિક ગ્રાહકોને છૂટક વેચવા માટે લાવ્‍યો હતો. એસઓજી પીઆઈ એ.ડી. પરમાર, પીએસઆઈ ટી.બી. રબારી અને ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરાઈ હતી. હવે આગળની કાયદેસરની કાર્યવાહીમાં આ મામલે પ્રાગપર પોલીસ મથકે એન.ડી.પી.એસ. એક્‍ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આ રેકેટના મુખ્‍ય સૂત્રધાર એવા પંજાબના રવિ ઉર્ફે બગ્‍ગાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે, તેમજ કચ્‍છ અને ગાંધીધામના સ્‍થાનિક ડ્રગ નેટવર્કના કનેક્‍શનને ખુલ્લું પાડવા ઉડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

(1:30 PM IST)