<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

જુનાગઢમાં પાર્થ કોટેચાના પુસ્તકનું અર્જુનભાઇ મોઢવાડીયાના હસ્તે વિમોચન

જુનાગઢઃ રઘુવંશી સેનાના સુપ્રિમો અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચા અને ગીતાબેનના પુત્ર મોટીવેશનલ સ્પીકર પાર્થ કોટેચા લીખીત અંગ્રેજી પુસ્તક બ્રેથીંગ ઇઝ નોટ લિવંગ પુસ્તકનું ધ ફર્ન સિયોરિર્સોટ ખાતે વન અને પર્યાવરણમંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાના હસ્તે વિમોચન કરાયું હતું જેનું દિપ પ્રાગષ્ય અર્જુનભાઇ મોઢવાડીયા તેમજ સાસંદ રાજેશ ચુડાસમા (ગુજરાત ખેતી બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચા રાજયસભાના સાસંદ માનસિંગ પરમાર,  શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૃપારેલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઇ મકવાણા, ધારાસભ્ય દેવાભાઇ માલમ,શ્યામભાઇ કોટેચા,માજી ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૃ, ક્ષત્રિય સમાજના આગેવાન પૂર્વ  જીલ્લા    હોમગાર્ડ કમાન્ડર વનરાજસિંહ રાયજાદા, મેયર ધર્મેશ પોશિયા, ડે. મેયર આકાશ કટારા, શાશકપક્ષના નેતા મનન અભાણી, પુનિત શર્મા, કલ્પેશ અજયાણી સહિતનાએ કર્યુ હતું બાદમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત સંતો પૂ. સુખરામદાસ બાપુ તથા પુ. સદાનંદ બાપુ, પૂ. લાલબાપુ, કલ્યાણદાસબાપુ, મેસવાણીયા સહિતનાનું પુષ્પહારથી કોટેચા પરિવાર દ્વારા સ્વાગત કરાયું હતું તેમજ અર્જુનભાઇ મોઢવાડીયા અને ગિરીશભાઇ કોટેચાએ સન્માન કરેલ, ઉપરાંત વનરાજસિંહ રાયજાદા, ગીરીશભાઇ તથા ગીતાબેનએ પુષ્પનો રોપ આપી સન્માન કરેલ અને રાજયના સાસંદ માનસિંહભાઇ પરમારનું ધ ફર્ન લિયો રિસોર્ટસ ના માલિક વિપુલભાઇ કોટેચા તથા રેશ્માબેન કોટેચાએ કર્યુ હતું આ કાયક્રમ નોબલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ખેર તથા કે.ડી. પંડયા, જયતલાટી પાર્થ ધુલીયા તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો સેવાભાવી સંસ્થાઓ તેમજ માજીધારાસભ્ય ભીખાભાઇ જોષી અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી સહિતના ઉપસ્થિત રહી પાર્થ કોટેચાને આ પુસ્તક લખવા બદલ હૃદયથી શુભકામના અને આશિર્વાદ પાઠવ્યા હતા ( અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)   

(12:41 PM IST)