News of Monday, 24th August 2026
જામનગરમાં ૩ હથિયાર, ૭ કારતૂસ સાથે ઝડપાયોઃ બિહાર કનેક્શન
મૂળ પોરબંદરના માછલીના વેપારી યુનુસ કુરેશીના મકાનમાંથી પિસ્ટલ, રિવોલ્વર, તમંચો અને મેગ્ઝીન મળી આવ્યાઃસપ્લાયર કરનાર બિહારના બે શખ્સો ફરાર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૪: જામનગર શહેરમાં ગેરકાયદે હથિયારોનું વેચાણ કરતા એક શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પોલીસે એક પિસ્ટલ, એક રિવોલ્વર અને એક તમંચો મળી કુલ ૩ હથિયાર, ૭ જીવતા કારતૂસ અને એક મેગ્ઝીન જપ્ત કર્યા છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) દ્વારા હથિયાર ધારા અંતર્ગત કેસો શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે જામનગરના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) એ LCB PI વી.બી.ચૌધરી ને જરૂરી કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. તેમના માર્ગદર્શન હેઠળ PSI એમ.વી.ભાટીયા અને LCB સ્ટાફ સતત વર્કઆઉટ કરી રહ્યા હતા
દરમિયાન LCB સ્ટાફના યુવરાજસિંહ ઝાલા, દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ પરમાર અને રૂષીરાજસિંહ વાળાને સંયુક્ત બાતમી મળી હતી કે, મૂળ પોરબંદરનો વતની અને હાલ જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે, સાલુપીરની દરગાહ પાછળ, ખોડીયાર સોસાયટીમાં રહેતો યુનુસ ઈબ્રાહીમભાઈ મતવા કુરેશી પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર અગ્નિશષાો વેચાણ માટે રાખે છે.
બાતમીના આધારે પોલીસે તેના રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી અને હથિયારો સાથે રંગેહાથ ઝડપી લીધો હતો.પકડાયેલ આરોપી યુનુસ ઈબ્રાહીમભાઈ કુરેશી, ઉંમર ૪૯ વર્ષ, (મૂળ રહે. વિરડી પ્લોટ, રજા પાન પાસે, પોરબંદર)ની ધરપકડ કરી છે.
ફરાર આરોપીઓ જોખન યાદવ, રહે. બિહાર,સુશીલકુમાર સાહ, રહે. બિહાર
આ બંને હથિયાર સપ્લાય કરનાર હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે અને જપ્ત કરેલ મુદ્દામાલ - કુલ રૂ. ૬૫,૭૦૦,પિસ્ટલ- ૦૧, રિવોલ્વર- ૦૧, તમંચો- ૦૧ - કિંમત રૂ. ૬૦,૦૦૦,કારતૂસ નંગ- ૦૭ - કિંમત રૂ. ૭૦૦,પિસ્ટલ મેગ્ઝીન,મોબાઈલ ફોન- ૦૧ - કિંમત રૂ. ૫,૦૦૦ છે.
પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુદીનભાઈ સૈયદની ફરિયાદ પરથી ભ્લ્ત્ એમ.વી.ભાટીયાએ કાયદેસરની કાર્યવાહી કરી, વધુ તપાસ માટે ગુનો જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
પકડાયેલ યુનુસ કુરેશી વિરુદ્ધ અગાઉ પોરબંદર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૨૧૮૦૧૦૨૨૦૩૬૭/૨૦૨૨ હેઠળ IPC કલમ ૧૪૩,૧૪૫, ૧૪૭, ૧૪૮,૧૫૧, ૧૫૨,૧૮૬, ૩૩૨, ૩૩૬, ૩૦૮, ૩૩૭, ૩૨૩, ૩૨૪, ૧૨૦(B) મુજબ રાયોટિંગનો ગુનો નોંધાયેલ છે.
આ સમગ્ર સફળ કામગીરીમાં PI વી.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ PSI એમ.વી.ભાટીયા તથા LCB સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, હિરેનભાઈ વરણવા, દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ સહિતની ટીમ જોડાઈ હતી
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
