<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

જામનગર સીટી-બી ડિવિઝન પોલીસનું સર્ચ ઓપરેશન : વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ દરમિયાન કાયદેસરની કાર્યવાહી : 9 વાહન ડિટેઈન, રૂ.14,100 નો દંડ વસૂલ્યો

IG નિર્લિપ્ત રાય અને SP ડો. રવિ મોહન સૈનીની સૂચના બાદ કાર્યવાહી, ફેન્સી નંબર પ્લેટ, બ્લેક ફિલ્મ અને ત્રિપલ સવારી કરનારા સામે કડક કાર્યવાહી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૪ : શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે હેતુથી સીટી-બી ડિવિઝન પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

નાયબ પોલીસ મહાનિરીક્ષક  નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની  (IPS) અને નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાની સૂચનાથી શંકાસ્પદ તથા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો સામે કાર્યવાહી કરવા આદેશ અપાયો હતો.

 

જે અન્વયે સીટી બી ડીવી. પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. શ્રી એન.બી.ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધર્યું હતું.આ ડ્રાઇવ દરમિયાન શંકાસ્પદ અને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનોની તપાસ કરવામાં આવી હતી.

(1) એમ.વી. એક્ટની કલમ-207 મુજબ વાહન ડિટેઈન- 09,(2) ફેન્સી નંબર પ્લેટ તથા બ્લેક ફિલ્મ લગાવનાર તેમજ ત્રણ સવારી વાહન ચાલકોને સમાધાન શુલ્ક કુલ રૂ.14,100/.

પોલીસે ફેન્સી નંબર પ્લેટ લગાવનાર, વાહનની કાચ પર બ્લેક ફિલ્મ લગાવનાર અને ત્રણ સવારીના નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરી હતી અને ભવિષ્યમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને વાહનમાં નિયમ વિરુદ્ધ ફેરફાર ન કરવા સૂચના આપવામાં આવી હતી.

સીટી-બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે વિસ્તારમાં નિયમિત વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવશે અને કાયદા તથા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે નિયમોનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે.

(2:40 PM IST)