<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

કોઈ આધાર પુરાવો કે મંજુરી વગર બીનઅધિકૃત માટીનું ખનન કરી માટીની હેરાફેરી કરતા શખ્શો સામે કાયદેસરની કાર્યવાહી કરતી જામનગર પંચકોષી એ ડીવીઝન પોલીસ

બીનઅધિકૃત ખનન કરતા શખ્શો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ખાણ ખનીજ અધિકારીને સોંપી

જામનગર : પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નિર્લિપ્ત રાય IPS નાઓની સુચનાથી જામનગર જીલ્લા પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની IPS તથા નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાંદા  જામ ગ્રામ્ય વિભાગ જામનગરનાઓએ ખાણ-ખનીજ ચોરી તેમજ રોયલ્ટી કે કોઈ આધાર પુરાવો કે લેખીતમંજુરી વગર ખનીજ ભરેલ વાહનો તેમજ ગે.કા. રેતીનુ/માટી નુ ખનન કરતા શખ્શો પર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય

ઉપરોકત સુચના અને માર્ગદર્શન હેઠળ પંચકોષી એ ડિવી.પો.સ્ટે.ના પો.ઇન્સ.આઇ.એ.ઘાસુરા સાથે પંચકોષી 'એ' ડિવી.પો.સ્ટે. ના સ્ટાફના માણસોએ બાતમી હકિકત આધારે સચાણાગામમા ધક્કા નં ૧૩ ની પાસે કોઈ આધાર પુરાવો કે લેખીત મંજુરી વગર બીનઅધિકૃત રીતે માટી ખનન કરતા શખ્શોને તથા માટી ની હેરાફેરી કરતા નીચે જણાવેલ વાહનો પકડી પાડી ખાણખનીજ અધિકારીને જાણ કરી ઉપરોકત બીનઅધિકૃત ખનન કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ખાણ ખનીજ અધિકારીને સોંપી આપેલ હતી
વાહનો નં
(१) GJ 10 DJ 6477 મીની ટ્રેકટર 
(2) GJ 10 DA 6450 ટ્રેકટર 
(3) GJ 10 CE 6218 ४ સીજી 
(3) બીન અધિકૃત ખનન જગ્યા
કુલ દંડ રૂપીયા

રૂપીયા-૨,૮૩,૯૫૭/-

આ કાયયવાહી પંચકોષી ‘એ’ િીવી. પો.સ્ ટે . ના પો. ઇન્સ . આઇ.એ.ઘાસુરા તથા પંચકોષી એ ડિવી. પો.સ્ ટે. ના સ્ ટાફના કર્મચારીઓ વગેરેએ કરેલ છે 

(8:00 PM IST)