<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

પ્લાસ્વા ગામની સીમમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરતા સાત શખ્સો ઝડપાયા

પકડાયેલા તમામ આરોપીઓને રિમાન્ડ તેમજ આગળની કોર્ટ કાર્યવાહી અર્થે આવતીકાલે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

ગિરનાર અને બરડા અભયારણ્ય નજીકના વિસ્તારમાં વન્યજીવોની મુક્ત વિહાર પ્રવૃત્તિમાં ખલેલ પહોંચાડી ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરાવવાના એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. પ્લાસ્વા ગામની સીમમાંથી કેટલાક અસામાજિક તત્વો દ્વારા સિંહોની પજવણી કરીને ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરાવવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની જાણ થતાં જ જાગૃત ગ્રામજનોએ આ અંગે વન વિભાગને લેખિત રજૂઆત કરી હતી. ગ્રામજનોની આ રજૂઆતને પગલે તુરંત સતર્ક થયેલી વન વિભાગની ટીમોએ પ્લાસ્વા ગામની સીમમાં સઘન ચેકિંગ અને દરોડો પાડીને ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરાવતા ગામના જ ૭ યુવાનોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. વન વિભાગ દ્વારા આ તમામ સાત શખ્સો સામે વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને પકડાયેલા તમામ આરોપીઓને રિમાન્ડ તેમજ આગળની કોર્ટ કાર્યવાહી અર્થે આવતીકાલે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

(10:01 PM IST)