<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

જામનગરમાં ગોકુલનગર અયોધ્યાનગર શેરી નં ૮ જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ચાર મહિલા તથા એક પુરૂષને પકડી પાડતી સીટી સી ડીવીઝન સર્વેલન્સ ટીમ

પોલીસે બાતમીના આધારે રેડ કરીને કુલ નવ જુગારીઓને રૂપિયા 12,250ના મુદામાલ સાથે ઝડપી લીધા

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વીભાગ,નિર્લિપ્ત રાય (IPS) તથા પોલીસ અધિક્ષક જામનગર ડો.રવી મોહન સૈની (IPS) નાઓએ પ્રોહી જૂગારના ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક જામ શહેર જયવિરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ,

જામનગર સીટી સી ડીવી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. એચ.વી.રાઠોડની સુચનાથી સર્વેલન્સ સ્કોડના પો.સબ ઇન્સ આર.એલ.કંડોરીયા સાથે પોલીસ સ્ટાફના માણસો પ્રોહી જૂગારના ગુન્હો શોધી કાઢવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ.કોન્સ યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા તથા વનરાજભાઈ ભગુભાઇ ખવડને સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે જામનગર ગોકુલનગર અયોધ્યાનગર શેરી નં ૦૮ મા જાહેરમાં અમુક મહિલા તથા પુરૂષો ગંજીપતાના પાના વડે તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમતા હોવાની હકીકત આધારે રેઇડ કરી મહિલા અને પુરૂષોને જુગાર રમતા રોકડા રૂપીયા ૧૨,૨૫૦/- તથા ગંજીપતાના પાના નંગ-૫૨ કિ.રૂ.00/0૦ મળી એમ કુલ કિ.રૂ.૧૨,૨૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી પો.હેડ.કોન્સ. વનરાજભાઈ ભગુભાઇ ખવડ એ ફરીયાદ આપતા એ.એસ.આઇ. યશપાલસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા નાઓએ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓ (૧) સકરબેન મહમદભાઇ પુંજાણી રહે-મહારાજા સોસાયટી શેરી નં ૮ હાપા રોડ જામનગર (૨) મીનાબેન વલીદાસ સોલંકી રહે-આઠમાળીયા આવાસ બ્લોક નં સી/૨ રૂમ નં ૧૦૨ મયુરનગર જામનગર (૩) કિરણ હસમુખભાઇ બામણીયા રહે- નવાગામ ઘેડ સરસ્વતી સોઆયટી નાગરેજી માતાના મંદિર પાસે જામનગર(૪) શબાનાબેન ગફારભાઇ ડોમણ રહે-મથુરનગર વામ્બે આવાસ આઠમાળીયા સી/૨ રૂમ નં ૪ જામનગર (૫) દિપકસિંહ ઓધુભા જાડેજા રહે-ગોકુલનગર અયોધ્યાનગર શેરી નં ૦૮ જયઆશાપુરા મકાનમા જામનગર

આ સમગ્ર કામગીરી કરનાર અધિકારીઓ પોલીસ ઇન્સપેટકર એચ.વી.રાઠોડ, ASI યશપાલસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા, HC પ્રવિણભાઇ ભીખાભાઈ પરમાર , પો.સબ.ઈન્સ..એલ.કંડોરીયા
ASI રાજેશભાઇ ભીમજીભાઇ બથવાર , HC ફૈઝલભાઇ મામદભાઇ ચાવડા,) HC યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા , PC હોમદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા ,) HC મહાવીરસીંહ વનરાજસીંહ જાડેજા ,PC જયપાલસિંહ ઘનશ્યામસિંહ ડોડીયા , HC હર્ષદભાઇ દલપતભાઇ પરમાર , PC હાર્દીકભાઇ પોપટભાઇ ગાગીયા , HC વનરાજભાઇ ભગુભાઇ ખવડ , PC ક્રુષ્ણપાલસિંહ મહિપતસિંહ જાડેજા , HC રવિકુમાર નવિનકુમાર બુજડ, WPC સોનલબેન વીરજીભાઇ પરમાર, HC ખીમશીભાઇ ગોવિંદભાઇ ડાંગર 

(11:05 PM IST)