હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાલે પૈગમ્બર જયંતિઃ સોૈરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર યોજાનારા જુલૂસ
ગામેગામ મનાવાતો મીલાદોત્સવઃ કાલે પરોઢિયે ૫/૧૫ વાગ્યે મસ્જીદો સલામીથી ગુંજી ઉઠશેઃ મસ્જીદ- મદ્રેસા, મકાનો- મઝારોને શણગારઃ મુસ્લિમ વિસ્તારોમાં ઝળહળાટ

રાજકોટ તા. ૨૫: કાલે બુધવારના રોજ પૈગમ્બર સાહેબનો જન્મોત્સવ ભવ્યતાથી ઉજવવામાં આવનાર છે.
ઇસ્લામ ધર્મના મહાન અંતિમ પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબનો જન્મોત્સવ ઈદે મીલાદના સ્વરૂપે કાલે બુધવારે ઉજવવામાં આવનાર છે.
આ પૂર્વે આજે મંગળવારે આખી રાત મસ્જીદો ખુલ્લી રહેશે અને બુધવારે વ્હેલી સવારે પૈગમ્બર સાહેબના જન્મોત્સવને વધાવવામાં આવશે, આ માટેની પુરજોશ તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ ‘‘ઈદે મીલાદ'' ની ખાસ વિશેષતા મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગામે ગામ કાલે જુલૂસ યોજવામાં આવશે.
રાબેતા મુજબ કાલે ઇદે-મીલાદ પ્રસંગે પૈગમ્બર સાહેબની પ્રસંશામાં ભવ્ય જૂલૂસ નિકળનાર છે જે લતે લતે મસ્જીદેથી નિકળી રાબેતા મુજબના રૂટ ઉપરથી પસાર થશે.
પૈગમ્બર સાહેબની જન્મ જયંતિ ઉજવવા મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.
પૈગમ્બર સાહેબની ૧૫૦૧મી જન્મ જયંતિ છે. જે દર વર્ષે ઈદે મીલાદ ના સ્વરૂપમાં ઉજવવામાં આવે છે. અને એ દર વર્ષે ઇસ્લામી પંચાગના ત્રીજા મહિના રબીઉલ અવ્વલની ૧૨ મી તારીખે ઉજવાય છે.
જો કે, ગત તા. ૧૪મી ઓગસ્ટ ના સાંજે ચંદ્ર દર્શન થતા જ એ રાત્રીથી લતે લતે ૧૨ દિવસના સળંગ વાઅઝના કાર્યક્રમો ચાલી રહ્યા છે જેની આજે રાત્રીના પુર્ણાહૂતિ થનાર છે.
ખાસ કરીને ઇસ્લામ ધર્મની આ સૌથી મોટી ઇદ હોઈ જે ને ઈદે મિલાદ કહેવામાં આવે છે. અને તેમાં પૈગમ્બર સાહેબના ગુણગાન ગાવાના હોઈ આ દિવસે સર્વત્ર
દેશ-વિદેશમાં જૂલુસ કાઢવામાં આવે છે અને તેમાં મુસ્લિમ સમાજ મોટી માત્રામાં જોડાય છે.
સૌરાષ્ટ્રભરમાં કાલે જુલુસ નીકળનારા છે એ પૂર્વે આજે રાત આખી મસ્જીદોમાં મીલાદ-વાઅઝ-કુઆન ખ્વાનીના કાર્યક્રમો થશે અને પૈગમ્બર સાહેબના જન્મ સમયે બુધવારે વ્હેલી સવારે ૫/૧૫ વાગ્યે દરેક મસ્જીદોમાં ‘સલામી' અર્પિત કરી પૈગમ્બર સાહેબના જન્મોત્સવને વધાવવામાં આવશે.
એ પૂર્વે મસ્જીદોમાં પરોઢિયે ૪.૦૦ વાગ્યાથી મીલાદ શરીફ પઢવામાં આવશે અને ફજરની નમાઝ પઢાયા પછી દરેક મસ્જીદોમાં ૬-૩૦ વાગ્યે મીઠાઈ નિયાઝ વિતરણ કરવામાં આવશે.
આ ઉપરાંત ઈદે મીલાદએ મુસ્લિમ સમાજનો સૌથી પ્યારો તહેવાર હોય લતે લતે મકાનો ઉપર રોશની-શણગાર કરવામાં આવ્યો છે. મસ્જીદ મદ્રેસા દરગાહોને શણગારવામાં આવ્યા છે. અને ચોતરફ ઝંડા લ્હેરાવવામાં આવ્યા છે.
છેલ્લા ૧૦ દિ'થી મુસ્લિમ સમાજમાં ઈદે મીલાદનો ઉત્સવ ચાલી રહ્યો છે. ત્યારે જુલુસને સફળ બનાવવા પણ મુસ્લિમ સમાજમાં ભારે ઉત્સાહ પ્રવર્તિ રહ્યો છે. આ તકે મૂસ્લિમ સમાજ જડબેસલાક બંધ પાળીને જુલુસમાં જોડાનાર છે. બીજી તરફ મુસ્લિમ વિસ્તારોમાં દરેક મકાનો ઉપર રંગબેરંગી રોશની કરવામાં આવી હોઇ મુસ્લિમ વિસ્તારો રાત થતાં જ ઝળહળી ઉઠે છે.
અત્રેએ નોંધનીય છે કે પૈગમ્બર સાહેબનો જન્મ અરબસ્તાનના મક્કા શહરેમાં થયો હતો.
ઇદેમીલાદ કમિટી (રાજકોટ)ની યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં ઈદ એ મિલાદુન્નબીની ઉજવણી સાથે કાલે સવારે શાનદાર ઝુલૂસ નીકળશે.
શહેરના ખતીબ, સુન્ની મુસ્લિમોના ધાર્મિક વડા, જ્ઞાતીના આગેવાનો તેમજ હિન્દુ સમાજના અગ્રણીઓ પણ ઝુલૂસમાં જોડાશે રાજકોટ શહેર ઇદેમીલાદ કમિટીના જણાવ્યા મુજબ ઇસ્લામ ધર્મના જેમને સમગ્ર વિશ્વને શાંતિ, એકતા,ભાઈચારાની ભાવનાનો સંદેશો આપ્યો. તે હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસ ઇદે-એ-મિલાદને દુનિયાભરના મુસ્લિમો શ્રધ્ધાપૂવળક ઉજવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇદ-એ-મિલાદની શાનદાર ઉજવણી રાજકોટ શહેરમાં શાંતિ, અમન, ભાઈચારાની ભાવનાથી કરવામાં આવનાર છે.
કમિટી દ્વારા સેવાકીય કાર્ય રૂપે દર્દીઓને ફૂટ વિતત્રણ, કબુતર તેમજ પક્ષીઓને ચણ, ગાયો માટે ઘાસચારો, મધર ટેરેસા આશ્રમમાં જમણવાર સહિતના કાર્યો કરી મુસ્લિમ સમાજ દ્વારા માનવતાની જયોત પ્રગટાવવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે ૪૦ થી પણ વધુ મસ્જીદોમાં મોટી રાતની નમાઝ અદા કરવામાં આવશે. આ ઉપરાંત જેનું સૌથી વધુ મહત્વ છે તે હુઝુરના બાલ મુબારકના દિદાર પણ કરવામાં આવશે. ત્યારબાદ મુસ્લિમોના પવિત્ર આકા મહાન પથદર્શક તાજદારે મદીના આકાએ નામદારના વિલાદતના પર્વના મુબારક વધામણા કરવામાં આવશે.
આ ઉપરાંત ૧૨ દિવસ દરમ્યાન શહેરના વિવિધ વિસ્તારમાં યોજાયેલા વાએઝ-તકરીર (કથા)ના પ્રોગ્રામમાં મૌલાના -પેશઇમામ સાહેબો દ્વારા ઇસ્લામ શું છે, ઇસ્લામમાં આતંકવાદને કોઇ સ્થાન નથી. આતંકવાદનો કોઇ ધર્મ નથી. દેશ પ્રત્યે મોહબ્બત, દરેક ધર્મના લોકો સાથે ભાઈચારો, પાડોશીનો ધર્મની જાહેર તકરીરો કરી મસ્જીદો અને વિસ્તારમાં દેશમાં શાંતિ, એકતા, ભાઈચારાની ભાવનાઓ સંદેશાઓ પાઠવી દુઆ-એ-ખેર કરવામાં આવતી હોય છે.
કાલે સવારે ૯ કલાકે વિવિધ વિસ્તારોમાંથી ઝુલૂસો નીકળી સવારે ૧૧ કલાકે ત્રિકોણ બાગ ખાતે એકઠા થશે. શહેરના ઝુલૂસ દરમિયાન વિવિધ સ્થળોએ હિન્દુ-મુસ્લિમ સંસ્થાઓ દ્વારા ઝુલૂસનું શાનદાર સ્વાગત પણ કરવામાં આવનાર છે. ઝુલૂસમાં મુસ્લિમ બિરાદરો પોતાના ધંધા-રોજગાર બંધ રાખી ઉત્સાહભેર ઇસ્લામી લીબાશ એટલે કે સફેદ કપડાં. માથા પર અમામા શરીફ બાંધી હુઝૂરની આન, બાન અને શાનમાં વધારો થાય તે રીતે ઉમટી પડવા કમિટી દ્વારા અપીલ કરવામાં આવી છે.
સવારે પરાપીપળીયા, ઘંટેશ્વર, બજરંગવાડી, મોચીનગર, રેલનગર, પોપટપરા, ભીસ્તીવાડ, ભોમેશ્વર, હુડકો, પોલીસ હેડ કવાર્ટર, રૂખડીયાપરા, મોચીબજાર, સદરબજાર, ચામડીયા, ખાટકીવાસ, ભગવતીપરા, મુસ્લીમ લાઈન, આ બધા વિસ્તારના ઝુલૂસો ફુલછાબ ચોક ખાતે ભેગા થઈ ને સદર બજાર, હરીહર ચોક, જયુબેલી ચોક, એસબીઆઈ ચોકથી ત્રિકોણ બાગ પહોંચશે.
આ ઉપરાંત કોઠારિયા સોલવન્ટ, મહંમદીબાગ, નુરાનીપરા, રસુલપરા, પીરવાડી, જંગલેશ્વર દુધની ડેરી, રામનાથપરા મનહરપરા, માજોઠીનગર, ધાંચીવાડ, જિલ્લા ગાર્ડન, થોરાળા સહિતના વિવિધ વિસ્તારોમાંથી નીકળતા ઝુલૂસ ત્રિકોણબાગ ખાતે એઠક થઈ શહેરી વિસ્તારના ઝુલૂસમાં સામેલ થઈ વિરાટ ઝુલૂસમાં પરિવર્તીત થશે. ત્યારબાદ તમામ ઝુલૂસો ઢેબર રોડ વનવે એ-ડીવીજન પોલીસ સ્ટેશન પાસેથી પસાર થઇ નાગરીક બેંક ચોક, મોચીબજાર, ખટારા સ્ટેન્ડ થઈને રેલ્વે જંકશન થઈને હઝરત ગેબનશાહ પીરની દરગાહ ખાતે સલાતો. સલામ સાથે પૂર્ણ થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
