હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લોધીકા પંથકમાં વરસાદ ખેંચાતા સિંચાઇનું પાણી અને ૧૦ કલાક વિજળી આપવા તાલુકા પંચાયત પ્રમુખ કાજલ તારપરાની રજૂઆત
કોૈશિકભાઇ વેકરીયા, ઇશ્વરભાઇ પટેલ, પરસોતમભાઇ રૂપાલા, ભાનુબેન બાબરીયા સમક્ષ માંગણી

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૨૫: લોધીકા તાલુકો એક કળષી તેમજ ઉધૌગીક વિસ્તાર ધરાવતો તાલુકો છે જેમા ભૌગોલિક દ્રષ્ટિએ ખેંતી ઉપર નિર્ભર ખેડૂતો માણસો વધ ુપ્રમાણમાં વસે છે તાલુકાના ૩૮ ગામો છે તે તમામ ગામના લોકો ખેતી ઉપર નિર્ભર છે આ વર્ષે ચોમાસાની શરૂઆત થી જ તાલુકા ના એક થી બે ગામો ને બાદ કરતા આખોએ તાલુકા વરસાદ થી વંચિત છે તેમજ વાવણી બાદ એક જ વરસાદ સારો નોંધાયેલ છે
ખેડૂતો એ કોરા ખેતરોમાં વરસાદ ની રાહ જોઇને આનાજ ચોપેલ સિઝનની શરૂઆતમાં પણ વાવણી લાયક વરસાદ પડેલ ન હોય ખેડૂતો નું મોંધા ભાવનું બિયારણ પણ બળી જવાની સ્થિતિમા છે તો લોધીકા તાલુકા ના ખેડૂતો માટે પુરતો વરસાદ ન પડે ત્યાં સુધી સિંચાઇ ની કઈક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા તેમજ સિંચાઇ માટે ખેડૂતોને ૧૦ કલાક વિજળી આપવા બાબત ની તાલુકાના ખેડૂતો વતી લોધીકા તાલુકા પંચાયત પ્રમુખ કાજલબેન સુધીરભાઈ તારપરા એ સિંચાઇ મંત્રી ઇશ્વરભાઇ પટેલ, ઉર્જામંત્રી કોૈશિકભાઇ વેકરીયા, સાંસદ પરસોતમભાઇ રૂપાલા, ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને રજૂઆત કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
