<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ઉપલેટામાં વાડીમાં દરોડો જુગાર રમતા ૭ પકડાયા

ઉપલેટા પોલીસના હેડકોન્‍સ્‍ટેબલ મનસુખભાઇ રંગપરા સહિતની ટીમની કાર્યવાહીઃ ૭૫ હજારની રોકડ કબ્‍જે

રાજકોટ, તા.૨૫: ઉપલેટામાં કોલકીમાં વાડીમાં સ્‍થિત ઓરડીમાં ઉપલેટા પોલીસે દરોડા પાડી જુગાર રમતા વાડી માલીક સહિત ૭ પત્તાપ્રેમીને રૂા.૭૫,૮૧૦ની રોકડ સાથે પકડી લીધા હતા.

પોલીસે કોલકી ગામના  જયેંદ્ર વિઠલભાઇ સંતોકી (ઉ.વ.પ૮) રહે. કોલકી ખારાવાડ પ્‍લોટ, તા. ઉપલેટા) ની વાડીમાં દરોડો પાડી ઓરડીમાં જૂગાર રમતાં અશ્વિન પરસોતમભાઇ ભેંસદડીયા (ઉ.વ.પ૦) રહે. કોલંકી ઉપલેટા, વિરેન્‍દ્ર લાલજીભાઇ રાઠોડ (ઉ.વ.૪ર) રહે. કોલકી પાનેલી રોડ, તા. ઉપલેટા, હરી લાલજીભાઇ રાડીયા (ઉ.વ.પ૯) રહે. કોલકી તા. ઉપલેટા, દિલીપ અશોકભાઇ સોલંકી (ઉ.વ.૩૪) રહે. ભાયાવદર, ધોબીતળ તા. ઉપલેટા, લવજી મગનભાઇ મકવાણા (ઉ.વ.૪ર) રહે. કોલકી તા. ઉપલેટા, અને ધાર્મિક જયેન્‍દ્રભાઇ સંતોકી (ઉ.વ.ર૬) રહે. કોલકી તા. ઉપલેટાને હેડ કો. એ. કે. રંગપરા સહિતના સ્‍ટાફે પકડી કાર્યવાહી કરી હતી.

(10:48 AM IST)