<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ભાવનગર નકલી દારૂકાંડઃ અન્‍ય રાજય સુધી તપાસ લંબાશે

ઝડપાયેલા વધુ ૧૩ આરોપીઓના ૧૦ દિવસના રિમાન્‍ડ મંજુરઃ સ્‍ટેટ મોનિટરિંગ સેલ અને સ્‍થાનિક પોલીસ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૫: ભાવનગર શહેર અને જિલ્લાને હચમચાવી મુકનાર નકલી દારૂકાંડ  મામલે સ્‍ટેટ મોનિટરિંગ સેલ (SMC) અને સ્‍થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્‍યો છે. અગાઉ ૧૪ આરોપીઓની અટકાયત કર્યા બાદ, આ કેસમાં ઝડપાયેલા વધુ ૧૩ આરોપીઓને આજે ભાવનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યા હતા. અદાલતે પોલીસની રજૂઆતો અને દલીલો ધ્‍યાને લઈ તમામ ૧૩ આરોપીઓના ૧૦ દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા છે.

તપાસ અધિકારીઓના જણાવ્‍યા મુજબ, આ લઠ્ઠાકાંડના તાર ગુજરાત બહારના અન્‍ય રાજ્‍યો સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્‍યું છે. દારૂ બનાવવામાં વપરાયેલું ઝેરી મિથેનોલ કેમિકલ કયાંથી લાવવામાં આવ્‍યું હતું, તેનું રો-મટીરીયલ મેળવવામાં કયા મુખ્‍ય સૂત્રધારો અને અન્‍ય કયા બુટલેગરો સંકળાયેલા છે તે તમામ દિશામાં પોલીસ હવે રિમાન્‍ડ દરમિયાન ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરશે.

પોલીસે અરવિંદ ઉર્ફે પાંડે દિનેશભાઈ સોલંકી (ઉં.વ. ૩૨, ધંધોઃ હીરા ઘસવાનો, રહે. શેરી નં. ૫, કળષ્‍ણપરા ગૌશાળા, ઘોઘા રોડ, ભાવનગર), સંજય ઉર્ફે ૪૦૪૦ નાનુભાઈ મકવાણા (ઉં.વ. ૩૨, ધંધોઃ મજૂરી, રહે. શેરી નં. ૩, કળષ્‍ણપરા ગૌશાળા, રામાપીરના મંદિર સામે, ઘોઘા રોડ, ભાવનગર), નિતીનભાઈ ઉર્ફે મુના દેવજીભાઈ મોરી (ઉં.વ. ૪૨, ધંધોઃ હીરા ઘસવાનો, રહે. શેરી નં. ૩, કળષ્‍ણપરા ગૌશાળા, ચકુ તલાવડી પાસે, ઘોઘા રોડ, ભાવનગર), આનંદ રાકેશભાઈ છાંડી (ઉં.વ. ૩૨, રહે. ઉઆદ દૂધી, થાના કરણવાસ, જિલ્લોઃ રાજગઢ, મધ્‍યપ્રદેશ), કિશોર ઉર્ફે પોચો છનાભાઇ સોલંકી (ઉં.વ. ૩૮, ધંધોઃ મોબાઇલ રીપેરીંગ, રહે. પ્‍લોટ નં. ૧૨૨, ૫૦ વારીયા, રાજપૂત વાળા, સુભાષનગર, ભાવનગર), મયુર વિનોદભાઇ સોલંકી (ઉં.વ. ૨૭, ધંધોઃ ઓફિસ સફાઈ કામદાર, રહે. પ્‍લોટ નં. ૪૪, વિદ્યાનગર, ગાંધીકોલોની, વણકરવાસ, ભાવનગર), સંજયભાઇ દેવજીભાઇ મોરી (ઉં.વ. ૨૭, ધંધોઃ મજૂરી, રહે. મકાન નં. ૩૩, કળષ્‍ણપરા ગૌશાળા, ગાયત્રી મંદિર સામે, ઘોઘા રોડ, ભાવનગર), મુકેશ ઉર્ફે કચોરી ગોવિંદભાઇ બારૈયા (ઉં.વ. ૩૬, ધંધોઃ શાકભાજીની લારી, રહે. મકાન નં. ૫૪-૬૯, શાકમાર્કેટ રોડ, મઢુલીવાળો ખાચો, હરિઓમનગર, ભાવનગર), સંજય ઉર્ફે ચકરમ ધનજીભાઇ બારૈયા (ઉં.વ. ૩૮, ધંધોઃ ડ્રાઇવિંગ, રહે. ઘોઘા જકાતનાકા, ધાવડીમા વાળો ખારો, પ્‍લોટ નં. ૩-એચ, ભાવનગર), નીર્મલસિંહ ગંભીરસિંહ વાધેલા (ઉં.વ. ૩૩, ધંધોઃ ડ્રાઇવિંગ, રહે. કાળિયાબીડ, વીરાણી સર્કલ, ગોકુળધામ રોડ, મોમાઈ ચોક, ભાવનગર), પાર્થરાજસિંહ હરેન્‍દ્રસિંહ ગોહીલ (ઉં.વ. ૨૧, ધંધોઃ વેપાર, રહે. ભરતનગર, નવા બે માળિયા, બ્‍લોક નં. ૧૨-બી, રૂમ નં. ૧૧૮૭, તળાજા રોડ, ભાવનગર) સંજય રાવતભાઇ ચાવડા (ઉં.વ. ૨૨, ધંધોઃ વેપાર, રહે. ખરકડીના રીમાન્‍ડ મંજુર કરાયા છે.

 સ્‍ટેટ મોનીટરીંગ સેલના ડીઆઇજી ગગનદિપ ગંભીર, સ્‍ટેટ મોનીટરીંગ સેલના એસપી મયુર ચાવડાની રાહબરી હેઠળ પી.આઇ. સંજયસિંહ જાડેજા અને ટીમે વધુ તપાસ હાથધરી છે.

(10:50 AM IST)