<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

વિછીયાના ભડલીમાં ૨૨ વર્ષના યુવાનને તાવ ભરખી ગયોઃ પરિવારમાં ગમગીની

બે દિવસથી તાવ હોઇ જસદણથી દવા લીધી હતીઃ મુળ એમપીના યુવાને રાજકોટમાં દમ તોડયોઃ દસ મહિના અને એક વર્ષના બે પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવી

 

રાજકોટ તા. ૨૫: જસદણના વિછીયા તાબેના ભડલી ગામે રહી ખેત મજૂરી કરતાં મુળ મધ્‍યપ્રદેશના બાવીસ વર્ષના યુવાનનું તાવને કારણે મોત થતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. બે દિવસથી તેને તાવ આવતો હોઇ જસદણથી દવા લીધી હતી. તબિયત બગડતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ ભડલી ગામે સુરાભાઇની વાડીમાં રહેતાં નાના ભુરાભાઇ નાયકા (ઉ.વ.૨૨)ની ગઇકાલે તબીયત બગડતાં જસદણ ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સવારે મૃત્‍યુ થયું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જસદણ પોલીસને કરી હતી.

મૃત્‍યુ પામનાર નાના નાયકા બે ભાઇ અને બે બહેનમાં મોટો હતો. તેને સંતાનમાં બે દિકરા છે જેમાં એક દસ મહિનાનો અને બીજો એક વર્ષનો છે. સગાના કહેવા મુજબ નાનાને બે દિવસથી તાવ આવતો હોઇ દવા લીધી હતી. બાદમાં ગઇકાલે જસદણ હોસ્‍પિટલમાં લઇ જવાયો હતો. ત્‍યાંથી રાજકોટ લઇ જવા કહેવાયું હતું. અહિ સવારે  મૃત્‍યુ થયું હતું. જસદણ પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું. (૧૪

(10:50 AM IST)