<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ધ્રોલ-માળીયા હાઇવે પર જોડીયાના લખતર બ્રિજ પાસે ઇકો કાર પલટીઃ જામનગરના વળદ્ધાનું મોત

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૨૫: જોડીયા ધ્રોલ હાઇવે પર લખતર ઓવરબ્રિજ નજીક પૂરપાટ ઝડપે જતી ઇકો કારનું ટાયર ફાટતાં ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા જામનગરના વળદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્‍યું હતું, જ્‍યારે અન્‍ય એક મહિલાને ઈજા પહોંચી હતી. પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, જામનગરના શંકર ટેકરી, વલ્લભનગર વિસ્‍તારમાં રહેતા ખીમજીભાઇ દેવજીભાઇ રાઠોડ (ઉ.વ.૬૨) તેમના પત્‍ની કંચનબેન (ઉ.વ.૬૨) તથા અન્‍ય સાહેદો આરુબેન, ધુનાબેન અને સોનાબેન સાથે ઇકો કારમાં જીરાગઢથી જામનગર તરફ આવી રહ્યા હતા.

દરમિયાન લખતર ગામના પુલ પાસે ચાલક કેતનભાઇએ ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતાં અચાનક કારનું ટાયર ફાટયું હતું. ટાયર ફાટતાં જ ચાલકે સ્‍ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્‍માતમાં કંચનબેનને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને તુરંત સારવાર અર્થે ખસેડાયા હતા, જ્‍યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્‍યું હતું. જ્‍યારે અન્‍ય મુસાફર સોનાબેનને સામાન્‍ય ઈજાઓ પહોંચી હતી.

આ અંગે જોડીયા પોલીસે મળતકના પતિ ખીમજીભાઇની ફરિયાદના આધારે કારચાલક કેતનભાઇ ગુનો નોંધી હેડ કોન્‍સ્‍ટેબલ બી.એચ. લાંબરીયાએ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:53 AM IST)