હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પોરબંદરનો કૃષ્ણસખા સુદામાઃ જન્માષ્ટમી લોકમેળો ૧૫ કરોડના વિમાથી રક્ષિત
સૌરાષ્ટ્રમાં રાજકોટ પછી બીજા નંબરના લોકમેળામાં મોટી સંખ્યામાં આવતા લોકોના રક્ષણને મહાનગર પાલિકાએ પ્રાથમિકતા આપીઃ વિમા માટે ૨,૨૯ લાખનું પ્રીમીયમ ભર્યુ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૫: શ્રી કળષ્ણસખા સુદામા જન્માષ્ટમી સાંસ્કળતિક લોકમેળા માટે રૂ.૧૫ કરોડનું વીમા કવચ લઈને મેળામાં આવતા મુલાકાતીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવાનો મહાનગરપાલિકાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
મહાનગરપાલિકાના મેયર શ્રી સાગરભાઈ મોદી અને મ્યુનિસિપલ કમિશનર શ્રી ટી.સી. તીરથાણીના માર્ગદર્શન હેઠળ આગામી જન્માષ્ટમી પર્વ નિમિત્તે શ્રી કળષ્ણસખા સુદામા સાંસ્કળતિક લોકમેળા-૨૦૨૬નું આયોજન કરવામાં આવેલ છે. મેળામાં મોટી સંખ્યામાં નાગરિકો અને મુલાકાતીઓ ઉમટવાના હોવાથી તેમની સલામતી અને સુરક્ષાને પ્રાથમિકતા આપી મહાનગરપાલિકા દ્વારા રૂ. ૨,૨૯,૩૬૧નું પ્રીમિયમ ભરી રૂ.૧૫ કરોડનું વીમા કવચ લેવામાં આવ્યું છે.
શ્રી કળષ્ણસખા સુદામા લોકમેળા-૨૦૨૬ માટે સપ્ટેમ્બરની તા.૩ થી તા.૮ સુધીના કુલ ૬ દિવસ માટે વીમા કવચ મળવાપાત્ર રહેશે. આકસ્મિક મળત્યુના સંજોગોમાં ૧૦ લાખ સુધીનું વીમા કવચ મળવાપાત્ર રહેશે, જ્યારે કાયમી અપંગતાના કિસ્સામાં નક્કી કરેલી શરતોને આધીન વીમા લાભ ઉપલબ્ધ રહેશે.
મેળા દરમિયાન અકસ્માતે ઈજાને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડે તો શરતોને આધીન પ્રતિ વ્યક્તિ રૂ.૨ લાખ સુધીની તબીબી સારવાર માટે વીમા કવચ ઉપલબ્ધ રહેશે. અકસ્માતની ઘટનાના ૭ દિવસની અંદર દાવાની પ્રક્રિયા કરવાની રહેશે. લોકમેળાના ઉદ્ધાટન પ્રસંગે ફટાકડાના ઉપયોગને પણ વીમા કવચમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આતંકી હુમલા તથા દંગા જેવી પરિસ્થિતિઓમાં પણ વીમા કવચ મળવાપાત્ર રહેશે.
લોકમેળામાં મોટી સંખ્યામાં નાગરિકો મુલાકાત લેવાના હોવાથી તેમની સલામતી અને સુરક્ષા પોરબંદર મહાનગરપાલિકાની પ્રથમ પ્રાથમિકતા છે. વીમા કવચ ઉપરાંત મેળો સલામત અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા તમામ જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ અને આગોતરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
