હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરેન્દ્રનગર જીલ્લામાં ફરી ગાયોમાં લંપી વાયરસ
પશુપાલકો માટે ચિંતાનું મોજું: ગાયોના શરીરના ભાગે ગુમડા અને ગાંઠો થઈ જતા દૂધ ઉત્પાદન ઉપર પણ અસર

(ફૈજલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ તા.રપ, વરસાદ બાદ હવે પશુઓમાં પણ રોગચાળો ફાટી નીકળવા પામ્યો છે ત્યારે પશુઓમાં ખાસ કરીને ગાયોમાં લંપી વાયરસ ના લક્ષણો ફરી એક વખત દેખાયા છે જેને લઇને પશુપાલકોમાં ચિંતાનું મોજુ ફરી વળવા પામ્યું છે ગાય અને ભેંસ જેવા પશુઓમાં આ ચેપી વાયરસ જન્ય રોગ છે ત્યારે ગાયોમાં સૌથી વધુ આ રોગ જોવા મળતો હોય છે ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ જોરાવરનગર અને રતનપર વિસ્તારમાં આ પ્રકારના કેસો જોવા મળ્યા છે ત્યારે પશુપાલકોમાં આ મુદ્દે ચિંતા નો વિષય છે અને પશુપાલકો દ્વારા આ મુદ્દે પશુ ડોક્ટરો અને ચિકિત્સકોનો સંપર્ક પણ કરવામાં આવ્યો છે.
લંબી વાયરસના કારણે પશુ ના દૂધ ઉત્પાદનમાં પણ અસર જોવા મળી રહી છે પશુઓને ખૂબ તેજ તાવ આવે છે અને ખોરાક લેવાનું બંધ કરી દેતા હોય છે અને શરીર ઉપર ગુમડાઓ થઈ જતા હોય છે જેને લઇને પશુઓ થોડા દિવસમાં મળત્યુ પણ પામતા હોય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
