<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ઉના : બોટમાંથી પડી જવાથી દરીયામાં ગુમ થઇ ગયેલ માછીમારનો મૃતદેહ મળ્‍યો

 

(નવીન જોષી દ્વારા) ઉના, તા., રપઃ ચારેક દિવસ પહેલા ફિશીંગ બોટમાંથી અકસ્‍માતે પડી જતા દરીયામાં ગુમ થયેલ માછીમાર રામસીભાઇ માયાભાઇનો મૃતદેહ નવાબંદર પાસે મળી આવતા મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપેલ છે.

 તાલુકાના ઝાંખરવાડા ગામના યુવાન રામસીભાઈ માયાભાઈ ચારણીયા ઉ. વ.૨૩ નવાબંદર ગામ ના રામભાઈ સામતભાઇ સોલંકી ની ભાગ્‍ય લક્ષ્મી નામની બોટ માછી મારી કરવા આઠ ખલાસી સાથે ચાર દિવસ પહેલા નવાબંદરથી દરિયામાં માછીમારી કરવા ગયા હતાં ત્‍યારે ચાર દિવસ પહેલા રામસી ભાઈ બોટ ઉપરથી અકસ્‍માતે પડી ગયા હતા અને દરિયાના ઊંડા પાણીમાં ગુમ થઈ ગયા હતા.

નવાબંદર દરિયા કિનારેથી ૫૪ નોટિકલ માઇલ દૂર એક માછીમારી કરતી બોટની નજરે એક માનવ મળતદેહ તરતો જોવા મળતા તેને બોટમાં કિનારે લાવી તપાસ કરતા તે મળતદેહ રામસીભાઈ માયાભાઈ ચારણીયા રે. ઝાખરવાડા તા. ઊનાનો ઓળખાયો હતો.

નવાબંદર મરીન પોલીસ સ્‍ટેશન જાણ કરતા મળતદેહને ઊના સરકારી હોસ્‍પિટલ પોસ્‍ટ મોર્ટમ કરવા લઈ જવામાં આવ્‍યો હતો. પરંતુ તેમનું પોસ્‍ટ મોર્ટમ જામનગર મેડિકલ કોલેજ ખાતે પોસ્‍ટ મોર્ટમ કરવામાં આવશે પોલીસ હાલ અકસ્‍માતે મોતની નોંધ કરી છે.

પોસ્‍ટ મોર્ટમ રિપોર્ટ આવ્‍યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે. જાણવા મળતી વિગતો મુજબ મરણ જનાર રામસીભાઈ તેમની બહેનનો એક માત્ર ભાઈ હતો. તેમના માતા અને પિતા અગાઉ મળત્‍યુ પામ્‍યાં હતા અને થોડા વરસ પહેલા મોટો ભાઈ પણ અવસાન પામેલ હતો. બહેનનો એક નો એક ભાઈ અવસાન પામતા શોક છવાઈ ગયો છે.

(11:25 AM IST)