<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

સુરેન્‍દ્રનગરમાં નિવૃત પેન્‍શન ધારકોનો અનોખો વિરોધ નાયબ દંડકને રાખડી બાંધી રજુઆત કરાઇ

નિવૃત પેન્‍સન ધારકોના મૃત્‍યુ બાદ પેન્‍સન ધારકોની અપરણિત વિધવા ત્‍યકતા અને છૂટાછેડા કરેલી દીકરીઓને પણ પેન્‍સન આપવા કરાઈ માંગઃ ગુજરાત રાજ્‍યમાં ૫૬૦ જેટલા કેસોની ફાઇલ સરકારમાં પડી છે

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ, તા.૨૫:  સુરેન્‍દ્રનગરમાં પડતર પ્રશ્નના નિરાકરણ માટે બહેનો દ્વારા વઢવાણના ધારાસભ્‍ય અને વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણાના હાથે રક્ષાસૂત્ર બાંધી અને પડતર પ્રશ્ન અને માંગણીઓ સંતોષાય તે માટેની રજૂઆત કરવામાં આવી છે અને અનોખો વિરોધ નોંધાવવામાં આવ્‍યો છે ગુજરાત રાજ્‍ય નિવળત્ત કર્મચારી મંડળ અને તેમના પરિવારજનો દ્વારા સુરેન્‍દ્રનગરના રતનપર વિસ્‍તારમાં આવેલા નાયબ દંડક જગદીશ મકવાણાના કાર્યાલય ખાતે પહોંચી અને ત્‍યારબાદ નાયબ દંડક અને વઢવાણના ધારાસભ્‍ય જગદીશ મકવાણા ને હાથમાં રાખડી બાંધવામાં આવી હતી

રજૂઆત કરવામાં આવી હતી કે કેન્‍દ્ર સરકાર દ્વારા કર્મચારીઓના પગાર ધોરણો અને પેન્‍શનમાં સુધારો તેમજ સેવા વિશે એક બાબતે રાજ્‍ય સરકાર દ્વારા પણ નિર્ણય કરવામાં આવે અને કેન્‍દ્ર સરકારના નિયમોનું પાલન કરી અને રાજ્‍ય સરકાર પણ પેન્‍શન ધારકોને પૂરતું પેન્‍શન ચૂકવે તેવી માંગ કરવામાં આવી હતી આ ઉપરાંત ગુજરાત રાજ્‍યમાં સરકારી નોકરીમાં નિવળત્ત થયા બાદ પેન્‍શનધારકો ના પરિવારજનોને પેન્‍શનધારકના મળત્‍યુ પછી પેન્‍શન મળતું નથી અને જેને કારણે ટેન્‍શન ધારકોની અપારિત વિધવા યક્‍તા અને છૂટાછેડા લીધેલી દીકરીઓને આજીવન આર્થિક રીતે શોષણ નો ભોગ બનવું પડી રહ્યું છે ત્‍યારે ૪૪૨ તાલુકાઓમાં અંદાજિત ૪ લાખ જેટલા નિવળત્ત કર્મચારીઓની સંખ્‍યા છે.

ત્‍યારે આ અંગે હવે વિચારણા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને તેની સાથે કેન્‍દ્ર સરકાર દ્વારા હાલના તબક્કામાં નિવળત્ત પેન્‍શન ધારકોના મળત્‍યુ પછી તેમના દીકરીઓને પેન્‍શન ચુકવણી કરવામાં આવી રહી છે પરંતુ આ દીકરીઓ ત્‍યગતા અપરણીક અને છૂટાછેડા લીધેલી હોવી જરૂરી છે ત્‍યારે આવી દીકરીઓને કેન્‍દ્ર સરકાર પેન્‍શન આપે છે આ ઉપરાંત ભારતના હિમાચલ પ્રદેશ દિલ્‍હી અને પંજાબ હરિયાણા જેવા રાજ્‍યોમાં પણ પેન્‍શનધારકોના મળત્‍યુ પછી તેમની ત્‍યગતા છૂટાછેડા કરેલી અને અપારિત વિધવા દીકરીઓને સરકાર દ્વારા પેન્‍શનની ચુકવણી કરવામાં આવી રહી છે ત્‍યારે ગુજરાતમાં પણ આ નિયમ લાગુ કરવાની માંગ સાથે અનોખો વિરોધ દર્શાવી અને નાયબ દંડક જગદીશ મકવાણા ના હાથે રાખડી બાંધી અને આ રજૂઆત રાજ્‍ય સરકાર સુધી પહોંચાડવા અને આ યોજના લાગુ કરાવવા માટેની માંગ કરાઇ છે.

પેન્‍શન ધારક ની દીકરી અને છૂટાછેડા નો ભોગ બનેલી દિપાલી શાહ દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે ગુજરાત રાજ્‍યમાં ૫૬૦ જેટલા પ્રકારના કેસો ની ફાઈલ સરકારમાં પડી છે ત્‍યારે આ અંગે વિચારણા કરવામાં આવે અને સરકાર તાત્‍કાલિક નિર્ણય લેતે જરૂરી છે માતા-પિતાના અવસાન પછી દીકરીઓનું ઘર ચલાવવું ખૂબ મુશ્‍કેલ બનતું હોય છે ત્‍યારે કેન્‍દ્ર સરકાર નિર્ણય લે છે તો રાજ્‍ય સરકારે પણ આ પ્રકારનો નિર્ણય લેવો જોઈએ અને પેન્‍શન ધારકોના મળત્‍યુ પછી તેમની દીકરીઓને પણ ટેન્‍શન મળે તે પ્રકારની વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ કરવામાં આવે તેવી માંગ સાથે આજે ધારાસભ્‍ય અને નાયબ દંડક ને રાખડી બાંધી છે અને આ અંગે સરકારમાં રજૂઆત કરી અને તાત્‍કાલિક આ બાબતના નિવેડા આવે તે અંગે રજૂઆત પણ કરાઇ છે.

(11:32 AM IST)