હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાણંદ - વિરમગામ રોડ પર કન્ટેનરમાંથી સવા કરોડનો દારૂ પકડાયોઃ સુદામડા પહોંચાડવાનો હતો

(ફૈઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. રપઃ સાણંદ જીઆઇડીસી પોલીસના હરપાલસિંહ તેમજ ઈન્દ્રજીતસિંહ સહિતની ટીમ ગત રાત્રે જુગારની રેડ પાડવા જીઆઇડીસીથી ઇયાવા ગામના પાટિયે પહોંચી હતી આ સમયે તેમને બાતમી મળી હતી કે વિદેશી દારૂ ભરેલું કન્ટેનર સાણંદ પસાર કરીને વિરમગામ તરફ જવાનું છે, આ માહિતીના આધારે જીઆઇડીસી પોલીસનો સ્ટાફ વીરપુરા પાટિયા પાસે વોચમા હતો. આ દરમિયાન નંબર મુજબનું કન્ટેનર આવી પહોંચતા પોલીસે રોકયું હતું. કન્ટેનરના ડ્રાઇવર હમીરારામ મેઘવાલની પૂછતાછ કરતા તેણે પંજાબના માનસાથી વિદેશી દારૂ લાવ્યો હોવાનું જણાવતા પોલીસ કન્ટેનરને જીઆઇડીસી પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી.
જ્યાં તપાસ કરતા પંજાબ બનાવટના વિદેશી દારૂની ૧,૧૧,૦૩૩૮૮ની કિંમતની ૩૨,૩૯૨ બોટલો મળી આવી હતીપોલીસે કન્ટેનરના ચાલકની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આ દારૂ અજમેર,રાજસ્થાનમાં રહેતા તેના શેઠ સુરેન્દ્ર યાદવે મોકલ્યો છે. સુરેન્દ્ર યાદવે આ માલ સુરેન્દ્રનગરના સુદામડા ખાતે રહેતા દેવેન્દ્ર ઉર્ફે દેંડુ ભરતભાઇ બોરિચા, નાગરાજભાઇ વલકુભાઇ ખાચર તેમજ દેવાયતભાઇ નાગભાઇ ખરતાણીને આપવાનું કહ્યું હતું. સુરેન્દ્ર યાદવ દરરોજ સૂચના આપે તે પ્રમાણે ડ્રાઇવર દરરોજ ત્રીસથી ચાલીસ કિમી સુધી ટ્રેલર ચલાવતો હતો. આ ટ્રેલર તે પંજાબના માનસાથી ભિલવાડા થઇ વિરમગામ તરફ જતો હતો ત્યારે પોલીસે તેને પકડી લીધો હતો. પોલીસે ટ્રેલરમાંથી ૧,૧૧,૦૩,૩૮૮ નો વિદેશી દારૂ, ત્રણ મોબાઇલ કિંમત ૧૫ હજાર, ૨૫ લાખની કિંમતનું ટ્રેલર,રોકડ ૧૩૦૦ રૂપિયા મળીને ૧,૩૬,૧૬,૬૮૮નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ પોલીસે(૧) ડ્રાઇવર કરતારામ હમીરારામ મેઘવાલ, (૨) દારૂ મોકલનાર સુરેન્દ્ર યાદવ (રહે.અજમેર,રાજસ્થાન (૩) ટેન્કરના માલિક મેહરારામ માનારામ (રહે ધોલાડેર,બાડમેર રાજસ્થાન) (૪) માનસા પંજાબ ખાતે દારૂનું ટ્રેલર આપી જનાર અજાણ્યો ઇસમ (૫) દારૂ મંગાવનાર દેવેન્દ્ર ઉર્ફે દેંડુ ભરતભાઇ બોરીચા (૬) નાગરાજભાઇ વલકુભાઇ ખાચર (૭) તેમજ દેવાયતભાાઇ નાગભાઇ ખરતાણી (ત્રણેય રહે. સુદામડા, જિ.સુરેન્દ્રનગર) સામે ગુનો નોંધીને બાકીના છ આરોપીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
