<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

સુરેન્‍દ્રનગરમાં મિશન મંગલમ યોજનામાં ફરજ બજાવતા ૫૦થી વધુ કર્મચારીઓના સામૂહિક રાજીનામાં

કામનું ભારણ, ગેરવર્તન અને ત્રણ મહિનાથી પગાર ન કરવામાં આવતા અંતે માનસિક અને આર્થિક બંને રીતે ત્રાસથી રાજીનામા મૂકવાનો લેટર ગ્રામ વિકાસ એજન્‍સીમાં રજૂ કર્યો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૨૫ : સુરેન્‍દ્રનગર જિલ્લામાં ચાલતા મહિલાઓના સખી મંડળ ગ્રુપો તેમજ પંચ સૂત્રનું પાલન અને નારાકીય સાક્ષરતા કેસ ક્રેડિટ યોજના કૌશલ્‍ય વર્ધન અને તાલીમ બજાર વ્‍યવસ્‍થા અને આજીવિકા વગેરે અલગ અલગ સરકારી યોજના ઉપર મિશન મંગલમ વિભાગના કર્મચારીઓ જિલ્લામાં અલગ અલગ વિભાગોમાં ૫૦થી વધુ  કામ કરી રહ્યા છે એ કહેવાય સિંહ દૂધ મંડળીઓને બહેનો સાથે જોડવી સહિતની કામગીરી રાત્રે ૯.૦૦ વાગ્‍યા સુધી સતત આ ૫૦ કર્મચારીઓ કરી રહ્યા છે.

છતાં પણ કલેક્‍ટર કચેરીમાં યોજવામાં આવેલી મિટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મિશન મંગલમ યોજનામાં ફરજ બજાવતા કર્મચારીઓને ઠપકો આપવામાં આવ્‍યો હતો અને તાત્‍કાલિક ટાર્ગેટ પ્રમાણેની કામગીરી પૂરી કરવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી હતી જો ટાર્ગેટ પ્રમાણેની કામગીરી પૂરી કરવામાં નહીં આવે તો તેમને છૂટા કરી દેવામાં આવશે અને આ પ્રકારના જિલ્લા વિકાસ અધિકારીના જવાબ અને સૂચનાને લઇ અને મિશન મંગલમ યોજનામાં ફરજ બજાવતા કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો.

જિલ્લામાં ૧૩૦૦૦ બહેનોને પશુપાલન સાથે મિશન મંગલમ યોજનામાં ફરજ બજાવતા ૫૦ કર્મચારીઓ દ્વારા જોડવામાં આવી છે અને ત્રણ સપ્‍ટેમ્‍બર સુધીમાં ૧૩૦૦૦ સીસી લોન મંજૂર કરી આપવા અંગે નું કામનું પણ ભારણ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મિશન મંગલમ યોજનામાં ફરજ બજાવતા કર્મચારીઓ ઉપર નાખવામાં આવ્‍યું હતું. આ કામગીરી કરવા તો તૈયાર છે પરંતુ સામે  ગેરવર્તન અને ઉડાવ જવાબ અને પગાર ન મળતા હોવા મુદ્દે મિશન મંગલમ યોજના ના કર્મચારીઓ દ્વારા રોષ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો છે.

સુરેન્‍દ્રનગર કચેરીઓ ખાતે મિશન મંગલમ યોજનામાં ફરજ બજાવતા કર્મચારીઓ એકત્રિત થયા હતા અને સર્વર ડાઉન હોવા છતાં પણ કામગીરી કરતા હોવાની વેદના ઠાલવવામાં આવી હતી ત્‍યારે આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી.

ત્‍યારે સતત કામગીરીનું ભારણ અને માનસિક રીતે ટોચરના કારણે મિશન મંગલમ માં ફરજ બજાવતા ૫૦થી વધુ કર્મચારીઓ એક સાથે સામુહિક રાજીનામાં મૂકી દીધા છે જેને લઇ સમગ્ર કચેરીમાં સોપો પડી જવા પામ્‍યો છે અને આ અંગે હજુ રાજીનામાં પાસ કરવામાં આવ્‍યા નથી ત્‍યારે ૫૦ કર્મચારીઓ હવે મિશન મંગલમ યોજનામાં કામગીરી નહીં કરે તેવું ચીમકી પણ આપવામાં આવી હતી જ્‍યાં સુધી તંત્ર દ્વારા રવિવારના દિવસે રજા સમયસર પગાર મળે અને ગામનું ભારણ નહીં ઘટાડવામાં આવે ત્‍યાં સુધી કામગીરીથી અળગા રહેશે અને જો રાજીનામું પાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે.

(11:33 AM IST)