News of Tuesday, 25th August 2026
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક : એક જ દિવસમાં 35 થી 40 હજાર કટ્ટાની આવક થતા યાર્ડ છલકાયું : ખેડૂતોને 500 થી 900 સુધીના ભાવ મળ્યા : જુઓ વિડિયો
સૌરાષ્ટ્રભરના ખેડૂતો ડુંગળી લઈને ગોંડલ પહોંચ્યા : યાર્ડ ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા અને કમિશન એજન્ટ એસો. પ્રમુખ યોગેશ ક્યાડાએ આપી માહિતી

ગોંડલતા.૨૫ : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીની જંગી આવક નોંધાઈ છે. મળતી માહિતી મુજબ આજે એક જ દિવસમાં 35 થી 40 હજાર કટ્ટા ડુંગળીની આવક થઈ છે, જેના કારણે માર્કેટિંગ યાર્ડમાં ભારે ભીડ જોવા મળી હતી.
સૌરાષ્ટ્રના અનેક ગામોમાંથી ખેડૂતો પોતાની ડુંગળી લઈને વહેલી સવારથી ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા.
આજની હરરાજીમાં ખેડૂતોને ડુંગળીના પ્રતિ મણના 500 રૂપિયાથી લઈને 900 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. સારા માલના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
આ અંગે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા અને ગોંડલ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ યોગેશ ક્યાડાએ માહિતી આપી હતી કે ડુંગળીની આવક હજુ આગામી દિવસોમાં પણ વધવાની શક્યતા છે અને યાર્ડ દ્વારા ખેડૂતો માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.(તસવીર :ભાવેશ ભોજાણી-
ગોંડલ)
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
