હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટંકારાના વિજ લાઇન ઇન્સ્પેક્ટર મિતેશભાઈ કક્કડની જીવના જોખમે કામગીરીઃ નદીમાં પડેલો તાર શોધીને સાંધી કોઠાધાર ખેતીવાડી ફીડર કર્યુ ચાલુ
ચોમાસામાં ફોલ્ટના સમયે પીજીવીસીએલ સ્ટાફની પ્રશંસનીય કામગીરીઃ ખેડૂતોમાં ખુશીનો માહોલ

ટંકારા, તા.૨૫: પીજીવીસીએલ મોરબી સર્કલના મોરબી ડિવિઝનના ટંકારા સબ ડિવિઝનમાં ફરજ બજાવતા લાઇન ઇન્સ્પેક્ટર મિતેશભાઈ કક્કડની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, જેમાં વરસાદ અને પવનના કારણે વારંવાર લાઇનો ફોલ્ટમાં આવતી હોય છે. આવા સમયે લાઇનને અટેન્ડ કરવા માટે પીજીવીસીએલનો સ્ટાફ ઘણી વખત પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ કામગીરી કરતો હોય છે, જેના અનેક દાખલાઓ અગાઉ પણ સામે આવ્યા છે. તેમાં વધુ એક દાખલો મિતેશભાઈએ ઉમેર્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ ટંકારાના કોઠાધાર ખેતીવાડી ફીડરનો તાર તૂટીને સીધો નદીમાં પડ્યો હતો. ચોમાસાના કારણે નદીમાં પાણીનો પ્રવાહ પણ હતો, જેના કારણે તાર શોધવો અને સાંધવો ખૂબ જ જોખમી હતો. પરંતુ ખેડૂતોને પાણીની જરૂરિયાતને સમજીને લાઇન ઇન્સ્પેક્ટર મિતેશભાઈ કક્કડે પોતાના જીવના જોખમે નદીમાં ઉતરીને તૂટેલો તાર શોધી કાઢયો હતો અને તારનો સાંધો કરીને કોઠાધાર ખેતીવાડી ફીડરને તાત્કાલિક ચાલુ કરી દીધું હતું. તેમની આ નિષ્ઠા અને ફરજ પરાયણતાના કારણે આસપાસના ખેડૂતોમાં વીજ પુરવઠો પુનઃ શરૂ થતા ખુશી ફેલાઈ છે અને પીજીવીસીએલના આ કર્મચારીની કામગીરીને સૌ કોઈ બિરદાવી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
