<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

યુરોપના અલ્‍બેનિયા દેશમાં નોકરી અને વર્ક પરમિટ વિઝા આપવાના બહાના હેઠળ જૂનાગઢ તથા આસપાસના ૮ યુવાનોને વિદેશ મોકલવાની લાલચ આપી લાખો રૂપીયાની ઠગાઇ આચરી એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

જુનાગઢઃ તા.રપ, શહેર સી ડીવી.પો.સ્‍ટે. ગુ.૨.ન. ૧૧૨૦૩૦૦૪૨૫૦૩૬૯/૨૦૨૫ ભારતીય ન્‍યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૧૬ (૨),૩૧૮(૪) મુજબના ગુન્‍હામા ફરીયાદી - ભુમીતભાઈ રમેશભાઈ ગોહેલ (રહે. જૂનાગઢ) તથા અન્‍ય ૭ સાક્ષીઓને યુરોપના અલ્‍બેનિયા દેશમાં ઉંચા પગારની નોકરી અપાવવાની લાલચ આપી ‘‘યુ.વી. ટૂર'' તથા‘‘કેરીયર પ્‍લેસમેન્‍ટ કન્‍સલ્‍ટ'' નામની ઓફિસ ધરાવતા આરોપીઓ નિહાર -વીણભાઈ જાની, મનોજ જીતેન્‍દ્રભાઈ રાવલ અને કેશુભાઈ નાથાભાઈ કેશવાલા તથા અન્‍ય તપાસમા ખુલવા પામે તે આરોપીઓએ રૂપીયા ૩૧,૧૦,૦૦૦/- રોકડા તથા બેંક ટ્રાન્‍સફર મારફતે મેળવી ફરીયાદી તથા સાહેદોને વિદેશ નહી મોકલી રૂપીયા પણ પરત નહી આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી ગુન્‍હો કરવામા આવેલ

જે ગુન્‍હાની તપાસ દરમ્‍યાન સહઆરોપી તરીકે નામ ખુલવા પામેલ સહઆરોપી - જગદીશ પરબતભાઇ મોઢવાડીયા રહે.હંટરપુર તા.માંગરોળ વાળો પોતાની ધરપકડ ટાળવા સારૂ મોરેશીયસ વિદેશમા જતો રહેતા સદરહુ ગુન્‍હાની તપાસ દરમ્‍યાન આરોપીને ચાર્જશીટમા લાલશાહીથી નાસતો ફરતો દર્શાવવામા આવેલ હોય જેથી રેન્‍જ સ્‍ક્‍વોડ/ટીમ દ્વારા આરોપીની મુવમેન્‍ટ ઉપર સતત વર્કઆઉટ કરવામાં આવી રહ્યું હતું તે દરમ્‍યાન  બાતમી મળેલ કે સદરહુ આરોપી વિદેશમાથી માંગરોળ તાલુકાના આંત્રોલી ખાતે આવેલ હોવાનું જાણવા મૃતાવ્‍યુહાત્‍મક પ્‍લાન સાથે આરોપીને આંત્રોલીગામ ખાતેથી શોધી કાઢી ગુન્‍હાના કામે હસ્‍તગત કરી આગળની કાર્યવાહી સારૂ જુનાગઢ સી ડીવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

આ પ્રશંસનીય કામગીરી પોલીસ ઇન્‍સ્‍પેકટર   વાય.બી.રાણા તથા પો.સ.ઇ.  .આર.જી.ચુડાસમા,  બી.ડી.માવદિયા તથા એ.એસ.આઇ. ગીરીરાજસિંહ પ્રદ્યુમનસિંહ, ગજેન્‍દ્રસીંહ ઇન્‍દ્રસીંહ, પ્રદ્યુમનસિંહ રતુભા તથા પો.હેડ.કોન્‍સ વિપુલસિંહ કીરણસીંહ, મહેન્‍દ્રભાઇ દાનાભાઇ, હરદેવસિંહ અમરસિંહ તથા પો.કોન્‍સ ભુપતસીંહ ડોલરસીંહ, અરવિંદભાઇ રસિકભાઇ, ડાયાભાઇ કાનાભાઇ, -વીણસિંહ પીઠાભાઇ, અમીતભાઇ કરશનભાઇ, જયેશભાઇ ગીરધરભાઇ વિગેરેએ કરી છે.

(12:47 PM IST)