<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ટંકારાના મીતાણા ચોકડી પાસે સ્કૂલ બસમાં અચાનક આગ લાગતા અફરાતફરી : સદનસીબે મોટી દુર્ઘટના ટળી - કોઈ જાનહાનિ નહીં : જુઓ વિડિયો

આર્ય સ્કૂલ ટંકારાની બસમાં ટેકનિકલ ખામીને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન : ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

(ભાવિન સેજપાલ દ્વારા)ટંકારા તા.૨૫ : ટંકારા તાલુકાના મીતાણા ચોકડી નજીક આજે બપોરના સમયે એક સ્કૂલ બસમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આર્ય સ્કૂલ ટંકારાની બસ મીતાણા ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. બસમાંથી ધુમાડા નીકળતા જ ડ્રાઇવર અને સ્થાનિક લોકોની સમયસૂચકતાથી બસ ઉભી રાખી દેવામાં આવી હતી

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થઈ નથી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બસમાં ટેકનિકલ ખામી કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ઘટનાને પગલે વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો, તો બીજી તરફ ડ્રાઇવરની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાની ચર્ચા થઈ રહી છે.

(1:17 PM IST)