News of Tuesday, 25th August 2026
૮૨ વર્ષના વૃદ્ધે માનવતા લજવીઃ ગાય સાથે કર્યુ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય
વીડિયો વાયરલ થતાં પોલીસ કાર્યવાહીઃ ગાય સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરનાર વૃદ્ધ સામે ફિટકાર

ગીર સોમનાથ,તા.૨૫: ગીરગઢડા તાલુકાના કોદીયા ગામે ગાય સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરવાામં આવ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે. વીડિયો વાયરલ થયા બાદ અલ્પેશ મકવાણા નામના વ્યક્તિએ ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે કોદીયા ગામના ૮૨ વર્ષીય વશરામભાઈ ગગજીભાઈ ગુજરીયા વિરુદ્ધ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમની કલમ 11(1)(A) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક વિગતો મુજબ, વશરામભાઈ ગુજરીયા પોતાની વાડીમાં ગયા હતા. આ દરમિયાન વાડીના ઢોરવાડામાં બાંધેલી ગાય સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરતા હોવાનો વીડિયો કોઈ વ્યક્તિ દ્વારા ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. આ વીડિયો સામે આવ્યા બાદ અલ્પેશ મકવાણા નામના એક ગૌપ્રેમીએ ગીરગઢડા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને પોલીસ સ્ટેશનમાં જઈને વાયરલ વીડિયો બતાવી ઘટનાની ગંભીરતા દર્શાવી હતી.
અલ્પેશ મકવાણાની ફરિયાદના આધારે ગીરગઢડા પોલીસે વશરામભાઈ ગગજીભાઈ ગુજરીયા વિરુદ્ધ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમની કલમ 11(1)(A) હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને વાયરલ થયેલા વીડિયોની હકીકત સહિત ઘટનાની અન્ય વિગતો તપાસવામાં આવી રહી છે.
મહત્વપૂર્ણ છે કે, હિદુ સમાજમાં ગાયને ગૌમાતા તરીકે માતા સમાન પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતા મુજબ ગાયમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે. આવી પવિત્ર ગણાતી ગૌમાતા સાથે માનવતાને શરમાવે તેવા કૃત્યનો વીડિયો સામે આવતા કોદીયા ગામ સહિત આસપાસના વિસ્તારમાં લોકો વૃદ્ધ પર ફિટકાર વરસાવી રહ્યા છે, સાથે આ ઘટનાને લઈને ભારે ચર્ચા અને નારાજગી જોવા મળી રહી છે.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
