<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

અનડિટેક્ટ વાહન ચોરીના ગુન્હામાં ગયેલ મોટર સાયકલ કિ.રૂ-૨૦,૦૦૦/- સાથે આરોપીઓને ગણતરીની કલાકમાં પકડી પાડતી જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

બાતમીના આધારે પોલીસે આરોપીઓ સુભાષ શાકમાર્કેટ તરફથી દરબારગઢ સર્કલ બાજુ આવતા જ દબોચી લીધા

જામનગર :શહેરમાં બનતા વાહન ચોરીના અનડિટેક્ટ ગુન્હા શોધવા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની નાઓની તથા નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ એન. ઝાલાનાઓની સુચના મુજબ,

જામનગર સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર વી.એમ.ડોડીયાના માર્ગદશન મુજબ સીટી એ ડીવી. પો.સ્ટે. ના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરબારગઢ સર્કલમાં ટ્રાફીક ડ્રાઇવ કરતા હતા દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો. હેડ કોન્સ. મહેશભાઈ ધુડાભાઇ મોરી તથા વિપુલભાઇ જગદીશભાઇ સોનગરા તથા પો.કોન્સ. રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ડોડીયા નાઓને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી હકિકત મળેલ હોય કે બે શખ્શો નંબર પ્લેટ વગરનું શંકાસ્પદ મોટર સાયકલ લઇને સુભાષ શાકમાર્કેટ તરફથી દરબારગઢ સર્કલ બાજુ આવે છે જે હકીકત આધારે સદરહુ શંકાસ્પદ કાળા કલરનું હિરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નંબર વગરનુ રોકી મો.સા. ના ચેસીસ નંબર MBLHA10AMEHK67259 તથા એન્જીન નંબર HA10EJEHK09812 હોય જે અંગે ખરાઇ કરતા સદરહુ મો.સા. ચોરીના ગુન્હાનું જાણવા મળતા જેથી આરોપી (૧) તોફીક દાઉદભાઈ જખરા જાતે વાઘેર ઉવ.૧૯ ધંધો. મચ્છીનો રહે. રંગમતી સોસાયટી નથુપીરની દરગાહ પાસે જામનગર (૨) રેહાન હારૂનભાઇ બ્લોચ જાતે મકરાણી ઉવ.૧૯ ધંધો. ડ્રાઇવિંગ રહે, રબાનીપાર્ક શેરી નં-૭. જામનગર વાળાઓ ઉપરોક્ત વર્ણનવાળી હિરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી નંબર GJ-10-CC-1185 સાથે મળી આવતા સદરહુ મોટર સયકલની કિ.રૂ-૨૦,૦૦૦/- ગણી જામનગર સીટી એ ડીવી.પો.સ્ટે. ગુરન. ૧૧૨૦૨૦૦૮ ૨૬૧૬૭૦/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૩(૨),૫૪ ના કામે કબ્જે કરી વાહન ચોરીનો વણ શોધાયેલ ગુનો ગણતરીની કલાકમાં શોધી કાઢી પો.હેડ.કોન્સ, હરપાલસિંહ ભરતસિંહ પરમારએ આરોપીઓને અટક કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરી વી.એમ.ડોડીયા પોલીસ ઇન્સ. તથા પો.હેડ.કોન્સ.મહેશભાઇ ધુડાભાઇ મોરી તથા વિપુલભાઇ જગદીશભાઇ સોનગરા તથા હરપાલસિંહ ભરતસિંહ પરમાર તથા પો.કોન્સ.
રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ડોડીયા દ્વારા કરવામાં આવેલ છે.

(7:29 PM IST)