હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પોરબંદરના આર્યકન્યા ગુરુકુળ ખાતે ૫૪મી વ્યાખ્યાનમાળા યોજાઈ : પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીનું પ્રેરક પ્રવચન
રાજરત્ન નાનજીભાઈ કાળીદાસ મહેતાની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત વ્યાખ્યાનમાળામાં અનેક મહાનુભાવો સહિત અભિનેત્રી જુહી ચાવલા મહેતા અને લંડનથી કમલબહેન મહેતાની ખાસ ઉપસ્થિતિ

પોરબંદર:પોરબંદર સ્થિત ઐતિહાસિક સંસ્થા આર્યકન્યા ગુરુકુળ ખાતે સ્થાપક રાજરત્ન શ્રેષ્ઠી નાનજીભાઈ કાળીદાસ મહેતાની પુણ્યતિથિ ૨૫ ઓગસ્ટના પવિત્ર દિવસે ૫૪મી વાર્ષિક વ્યાખ્યાનમાળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીએ ૫૪મા વક્તા તરીકે ઉપસ્થિત રહીને યાદગાર પ્રવચન રજૂ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આજથી ૯૦ વર્ષ પહેલાં ઈ.સ. ૧૯૩૬માં નાનજીબાપા દ્વારા આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. તેમની પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા ૫૪ વર્ષથી આ વ્યાખ્યાનમાળા સતત આયોજિત થઈ રહી છે. અત્યાર સુધીમાં પૂજ્ય કૃષ્ણશંકરદાદા, સ્વામી સચ્ચિદાનંદજી, પૂજ્ય વલકુબાપુ, પૂજ્ય સ્વામી સત્યમિત્રાનંદજી, પૂજ્ય કાર્ષ્ણિ ગુરૂ શરણાનંદજી, પૂજ્ય રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી), દાદા ધર્માધિકારી, સ્વામી નિખિલેશ્વરાનંદજી, પૂજ્ય અમરદાસબાપુ, ગગનવિહારી મહેતા, મનુભાઈ પંચોલી “દર્શક”, ગુણવંત શાહ, સુરેશ જોશી, સનત મહેતા, સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા, બકુલ ત્રિપાઠી, હરીન્દ્ર દવે, કુમારપાળ દેસાઈ, લાભશંકર પુરોહીત અને રતિલાલ બોરીસાગર જેવા ત્રેપન મહાનુભાવો પોતપોતાના પ્રવચનો આપી ચૂક્યા છે.
આ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમમાં મેનેજિંગ કમિટીના ચેરપર્સન, નાનજીબાપાના પૌત્રવધૂ અને જાણીતા બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલા મહેતા તેમજ લંડનથી ખાસ પધારેલા નાનજીબાપાના પૌત્રી કમલબહેન મહેતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત, પોરબંદર જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને મેયર સહિત શહેરના અગ્રણી પ્રતિષ્ઠિત નાગરિકો, સંસ્થાના ટ્રસ્ટીઓ, કર્મચારીઓ અને ગુરુકુળની વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં હાજર રહીને આ વ્યાખ્યાનમાળાના સાક્ષી બન્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
