હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સીટી સી ડીવી. પો.સ્ટે. ના મારામારી તેમજ એટ્રોસીટીના ગુન્હામાં જામીન પર છુટી કોર્ટમાં હાજર નહી રહી એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કોડ- જામનગરએ ઝડપ્યો
- ભચાઉ (કચ્છ) ખાતે દુધઇ રોડ ન્યુ બજરંગ ઓટો ગેરેજ પાસે હાજર હોવાની બાતમી મળતા પોલીસે દબોચી લીધી

જામનગર : નાયબ પોલીસ મહાનિરીક્ષકનિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ તથા જામનગર જીલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની (IPS) નાઓ દ્રારા વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર વી.બી.ચૌધરીનાઓના માર્ગદર્શન મુજબ એવ્સ્કોન્ડર/પેરોલ ફર્લો સ્ક્વોડના I/C પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.
દરમ્યાન સ્ટાફના કરણસિંહ જાડેજા, સુરેશભાઇ ડાંગર, ગજેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા નાઓને મળેલ બાતમી હકિકત મુજબ જામનગર સીટી સી ડીવી. પો.સ્ટે. ૧૧૨૦૨૦૦૨૨૫૧૮૭૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ- ૨૨૯(એ) મુજબના ગુનામાં છેલ્લા ૧ વર્ષથી નાસતા-ફરતા આરોપી- રાકેશ બળવંતરાય જોષી (ઉ.વ.૪૬)( રહે. નવિ ભચાઉ નવરાત્રી ચોક અંબાજીના મંદિરની બાજુમા જી.કચ્છ વાળો ) ભચાઉ (કચ્છ) ખાતે દુધઇ રોડ ન્યુ બજરંગ ઓટો ગેરેજ પાસે હાજર હોવાની બાતમી હકીકત મળતા સદરહું જગ્યાએ તપાસ કરતા મજકુર આરોપી ત્યાં હાજર મળી આવેલ હોય જેને પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા જામનગર સીટી સી ડીવી. પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.
આ કામગીરી એવ્સ્કોન્ડર/પેરોલ ફર્લો સ્કવોડના I/C પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા એ.એસ.આઇ. ગોવિંદભાઇ ભરવાડ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, સુરેશભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટ્ટ, તથા પો.કોન્સ. દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા એલ.સી.બી.ના હેડ કોન્સ. નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ.બંળવતસિંહ પરમાર નાઓ દ્રારા કરવામાં આવેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
