<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

વેરાવળ બંદર ફેઝ-2 ની કામગીરીમાં થયેલી ગંભીર બેદરકારી અને ડ્રેજિંગમાં ગુણવત્તાના અભાવના આક્ષેપો

માછીમારો ભારે આર્થિક સંકટમાં મુકાતાં સ્થાનિક ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મત્સ્યોદ્યોગ મંત્રીને ઉગ્ર રજૂઆત કરી

વેરાવળ બંદર ફેઝ-2 ની કામગીરીમાં થયેલી ગંભીર બેદરકારી અને ડ્રેજિંગમાં ગુણવત્તાના અભાવના આક્ષેપો સાથે માછીમારો ભારે આર્થિક સંકટમાં મુકાતાં સ્થાનિક ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મત્સ્યોદ્યોગ મંત્રીને ઉગ્ર રજૂઆત કરી છે. બંદરમાં ડ્રેજિંગ સરખી રીતે ન થવાને કારણે 500થી વધુ બોટોના કીલ અને તળિયાં તૂટી ગયાં છે, જેનાથી બોટો ડૂબવાનો ભય ઉભો થયો છે અને ક્ષતિગ્રસ્ત બોટો સાથે મધદરિયે જતા માછીમારોના જીવનું ભારે જોખમ સર્જાયું છે. માછીમારોને થયેલા મોટા પાયે આર્થિક નુકસાન અને આ ભયજનક પરિસ્થિતિને ધ્યાને રાખીને ધારાસભ્યએ સરકાર દ્વારા ત્વરિત સર્વે કરાવીને પીડિત માછીમારોને તાકીદે યોગ્ય વળતર ચૂકવવાની તેમજ આ નબળી કામગીરી માટે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે વિજિલન્સ તપાસ હાથ ધરી કડક પગલાં લેવાની સ્પષ્ટ માંગ કરી છે.

(12:58 AM IST)