News of Wednesday, 26th August 2026
કાલે પોરબંદર સાંદિપનિ વિદ્યા નિકેતનમાં પુ.રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં નૂતન યજ્ઞોપવિત વિધી
પૂ.ભાઈશ્રીની ઉપસ્થિતીમાં આયોજીત શ્રાવણી પર્વમાં ભૂદેવોને ઉપસ્થિત રહેવા આમંત્રણ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૨૫: સાંદિપની વિદ્યાનિકેતન, પોરબંદર ખાતે પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ના સાનિધ્યમાં ગુરુકુળના ઋષિકુમારો તથા વિદ્વાન પ્રાધ્યાપક ર્ંડો. ફાલ્ગુનભાઈ મોર્ઢાં ના આચાર્યપદે સંપૂર્ણ શાષોક્તવિધિ સાથે શ્રાવણી પર્વ બ્રહ્મ દિપાવલી ઉજવાશે જેમાં હેમાશ્રી સંકલ્પ, દશવિધિ સ્નાન, દેવ પૂજન, ઋષિ તર્પણ, પિતૃ તર્પણ, માતા અરુંધતી સહિત સપ્તર્ષિ પૂજન, નૂતન યજ્ઞોપવિત ધારણ, પ્રધાન હોમ , આરતી મન્ત્ર પુષ્પાંજલિ, પૂ.ભાઈશ્રીના આશિર્વચન, ભોજન મહાપ્રસાદ સહિતનું આયોજન કરાયું છે.
શ્રાવણી પર્વમાં સમસ્ત બ્રહ્મસમાજના સર્વે ભૂદેવશ્રીને સહભાગી થવા પૂજ્ય ભાઈશ્રી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવેલું છે. ઉપસ્થિત રહેનાર ભૂદેવશ્રીએ ધોતી, ઉપવષ, તરભાણું, પંચપાત્ર, આચમની તથા કળશ લઈને આવવાનું રહેશે, પૂજા દ્રવ્ય/સામગ્રી તથા જનોઈ ગુરૂકુળ દ્વારા પૂરી પાડવામાં આવશે.
તા.૨૭ને ગુરૂવારે સવારે ૮.૦૦ વાગ્યા થી શ્રી સાંદીપનિ વિદ્યા નિકેતન, પોરબંદર ખાતે શ્રાવણી પર્વ ઉજવાશે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
