તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th August 2026
ગોંડલ પંથકનાં ખેડૂતોને હવે ખેતી માટે દસ કલાક વિજળી મળશે
પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ તથા ધારાસભ્ય ગીતાબા જાડેજાની તાકીદની રજુઆત સફળ થઇ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૬: ગોંડલ વિસ્તારમાં વરસાદની અછતથી ખેડૂતો ચિંતાતુર બન્યાં છે.ખેતીને લાયક વરસાદ વરસ્યો ના હોય વાડી ખેતરો નાં કુવા કે બોર વાટે ખેડૂતો ને મગફળી સહિત નાં વાવેતર ને પાણી આપવુ પડેછે.પરંતુ વિજતંત્ર દ્વારા હાલ ખેતી માટે આઠ કલાક થી પણ ઓછા સમય માટે વિજ પુરવઠો મળતો હોય વાવેતર ને પિયત માટેનો સમય ઘટતો હોય વાવેતર નિષ્ફળ જવાની દહેશત થી ખેડૂતો પરેશાન બન્યાં હતાં.
એકબાજુ વરસાદની ખાધ અને બીજી બાજુ અપુરતા વિજ પુરવઠાને કારણે બેવડો માર વેઠી રહેલા ખેડૂતોએ પુર્વ ધારાસભ્ય જયરાજસિહ તથા ધારાસભ્ય ગીતાબા જાડેજા ને આપવીતી રજુ કરતા જયરાજસિહ તથા ગીતાબા જાડેજા ગાંધીનગર દોડી જઇ ઉર્જા મંત્રી કૌશિકભાઇ વેકરીયા ને ખેડૂતોને દસ ૧૦ કલાક ખેતીનો પાવર મળી રહે તેવી તાકીદ ની રજૂઆત કરતા ઉર્જા મંત્રી કૌશિક ભાઈ વેકરીયા એ તાત્કાલિક
ગોંડલ નાં રુરલ- ૧ તથા ૨ ઉપરાંત ભુણાવા,વાંસાવડ, દેરડી તથા કોટડા સાંગાણી પીજીવીસીએલ સબ ડિવિઝન ને આજ તા.૨૫ સાંજ થી જ ખેડૂતોને ૧૦ કલાક વીજળી આપવા તાકીદ નો આદેશ કર્યો હોય ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
