<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

ભાવનગરમાં ST બસે ગમખ્વાર અકસ્માત સર્જતા બે રાહદારીઓનાં મોત

ડેપોમાંથી બહાર નીકળ્યા બાદ બ્રેક ફેલ થતા બસ ભરુચા ક્લબની દિવાલ સાથે ધડાકાભેર અથડાતા ક્લબની દિવાલ ધરાશાયી થતાં નજીકમાંથી પસાર થઈ રહેલા બે રાહદારી કાટમાળ નીચે દબાઈ ગયા જેમાં બંનેનાં મોત નીપજ્યાં

ભાવનગરમાં એસટી બસે ગમખ્વાર અકસ્માત સર્જતા બે રાહદારીઓનાં મોત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ બસ ડેપોમાંથી બહાર નીકળ્યા બાદ બ્રેક ફેલ થઈ હતી અને બસ ભરુચા ક્લબની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતના પગલે ક્લબની દિવાલ ધરાશાયી થતાં નજીકમાંથી પસાર થઈ રહેલા બે રાહદારી કાટમાળ નીચે દબાઈ ગયા હતા, જેમાં બંનેનાં મોત નીપજ્યાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

(12:19 PM IST)