<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

જામનગર પટેલ કોલોની વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમોના બેનર ગાયબ થતા સ્થાનિક લોકોમાં ભારે રોષ

બેનર લગાવ્યાના બીજા દિવસે જ કોઈ અજાણ્યા અસામાજિક તત્ત્વોએ બેનર કાઢીને સાથે લઈ જતા શિવભક્તોમાં ભારે રોષ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૬ : જામનગરમાં શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગર તથા શ્રી ગજાનન ગ્રુપ પટેલ કોલોની દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રી આશુતોષ મહાદેવની પધરામણી પટેલ કોલોની ખાતે કરવામાં આવે છે.

         જે અંતર્ગત સંસ્થા દ્વારા શ્રી જડેશ્વર મહાદેવ મંદિર જાહેર રોડ પર ભક્તિમય કાર્યક્રમ અંગેના બેનર લગાવવામાં આવ્યા હતા. જેથી સ્થાનિક લોકો આ કાર્યક્રમ અંગે માહિતગાર થાય અને આ આ ભક્તિમય કાર્યક્રમનો લાભ મેળવે.

આ બેનર લગાવ્યાના બીજા દિવસે જ કોઈ નાસ્તિક અજાણ્યા આવારા તત્ત્વોએ બેનર કાઢી સાથે લઈ ગયેલ છે. આ ઘટના થી શિવભક્તોમાં ભારે રોષ ફેલાયો છે.

(2:01 PM IST)