<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

લાલપુરના મેઘપર ગામ માંથી ડીગ્રી વગરના બે ડોકટરને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી. પોલીસ : જુઓ વિડીયો

બાતમીના આધારે પતરાવાળી માર્કેટમાં અને મચ્છી માર્કેટમાં દવાખાના ચલાવતા નકલી ડોક્ટરોને ઝડપી લેવાયા

જામનગર : નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ, રાજકોટ નાઓ દ્વારા જામનગર જિલ્લામા અસામાજીક પ્રવૃતિ કરતા શખ્શો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરી રોક લગાવવા માટે સૂચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીએ જામનગર જીલ્લામા ચાલતી અસામાજીક પ્રવૃતિ કરતા શખ્શો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ જે અંગે એસ.ઓ.જી.,ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર વી.બી.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સપેકટર એલ.એમ.ઝેરના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમા પેટ્રોલીંગમા રહેલ હતા,

દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના રમેશભાઈ ચાવડા તથા તોષીફભાઈ તાયાણી તથા ફિરોજભાઈ ખફી ને બાતમી મળેલ કે, મેઘપર ગામમા પતરા વાળી માર્કેટમાં તથા મચ્છી માર્કેટમાં શ્રીમંતો પશુપતિ બિસ્વાસ તથા અવિજીત બિસ્વાસ નામના ઈસમો મેડીકલ ડોકટર ને લગતી ડિગ્રી ધરાવતા ના હોવા છતા દવાખાનુ ખોલી દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ અલગ પ્રકારની દવાઓ તેમજ ઈન્જેકશનો આપી પૈસા વસુલ કરે છે તેવી હકિકત આધારે રેઈડ કરી મજકુર બંનેના કબ્જામાથી જુદી જુદી કંપનીની દવાઓ, સ્ટેથોસ્કોપ, વિગેરે સાધનો મળી કુલ રૂ. ૮૧૭૪/- નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ મેઘપર (પડાણા) પો.સ્ટે. ખાતે મેડીકલ પ્રેકટીશનર્સ એકટ ૧૯૬૩ ની કલમ ૩૦ તથા B.N.S. કલમ ૧૨૫ મુજબ અલગ અલગ બે ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
આરોપીનુ નામ (૧) શ્રીમંતો પશુપતિ બિસ્વાસ રહેવાસી હાલ મેઘપર ગામ, જીવણસિંહ જાડેજાના મકાનમા તા.લાલપુર, જી.જામનગર મુળ રહેવાસી ચરકતધ્રા ગામ, કુલીયા પોસ્ટ, ૨૪ પરગના જીલ્લો, પશ્ચીમ બંગાળ
(૨) અવિજીત અધિર બીસ્વાસ રહેવાસી હાલ મેઘપર ગામ, હરીશભાઈના મકાનમાં તા.લાલપુર જી.જામનગર મુળ રહેવાસી તાલકોલા ગામ, ગોપાલનગર પોલીસ સ્ટેશન, નોર્થ ૨૪ પરર્ગાશન, પશ્ચીમ બંગાળ
કબ્જે કરવામા આવેલ મુદ્દામાલ:-(૧) અલગ અલગ કંપનીઓના ઇન્જેક્શન તથા ટેબલેટ તથા સ્ટેથોસ્કોપ તથા બી.પી માપવાનુ મશીન વીગેરે મેડીકલને લગત ચીજવસ્તુ મળી કુલ કિ.રૂ.૮૧૭૪/- ની મત્તાનો મુદ્દામાલ 
આ કાર્યવાહી એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર વી.બી.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એલ.એમ.ઝેર તથા પોલીસ સબ ઈન્સપેકટર એ.વી.ખેર તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(2:04 PM IST)