હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ફલ્લા ગામ પાસે થી ૨ કિલો ૯૦૦ ગ્રામ ગાંજો કિ.રૂ.૧,૪૫,૦૦૦/- મુદ્દામાલના જથ્થા સાથે આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી., તથા પંચ “એ” ડીવી. પો.સ્ટેપો.સ્ટે., જામનગર
બાતમીના આધારે ફલ્લા ગામથી આગળ રૂદ્રાક્ષ હોટલ પાસે હાઈવે રોડ ઉપર વોચમા રહીઆરોપીને મુદામાલ સાથે ઝડપી લેવાયો

જામનગર : નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (આઈ.પી.એસ.) રાજકોટ વિભાગ, રાજકોટ નાઓ દ્વારા જામનગર જિલ્લામા નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા માટે સૂચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીએ જામનગર જીલ્લામા યુવાધન નશાના કારોબારના કારણે બરબાદ થતુ હોય, શહેરમા પ્રવેશતા નશાકારક પદાર્થ તથા જામનગર જીલ્લામા ચાલતી અસામાજીક પ્રવૃત્તિ કરતા ઈસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા તથા જામનગર જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે "No Drugs In Jamnagar" અભિયાન શરૂ કરવા સૂચના કરેલ.
હાલમાં નશાકારક પદાર્થ પકડી પાડવા માટે એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા ઝુંબેશ હાથ ધરવામા આવેલ હોય, લોકો નશો કરવા માટે નવા નવા નુસખાઓ અપનાવતા હોય ગુનેગાર પણ નશો કરનારની માંગ મુજબ ઝેરી વસ્તુઓ પણ વેચવા માંગતા હોય જે અંગે એસ.ઓ.જી., ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર વી.બી.ચૌધરી તથા પંચકોષી “એ” ડીવીઝન પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સપેકટર આઈ.એ.ઘાસુરાના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફ તથા પંચકોષી "એ" ડીવી. પો.સ્ટે.ના સ્ટાફના માણસો સંયુક્ત રીતે ખીજડીયા બાયપાસ ખાતે વાહન ચેકિંગ કરી રહેલ હતા,
દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા જયેશભાઈ પઢેરીયા તથા અશોકભાઈ સિંહલા તથા પંચકોષી “એ” ડીવી. પો.સ્ટે.ના નિર્મળસિંહ જાડેજા તથા જયદિપસિંહ જાડેજા ને બાતમી મળેલ કે, હાજી ઉર્ફે દુનો આદમભાઈ ખફી રહેવાસી સુમરા ચાલી, જામનગર વાળો ગાંજાનો જથ્થો લઈ રાજકોટ બાજુથી આવતી સફેદ કલરની ઈક્કો કાર નંબર GJ-10-DE-5455 મા બેસીને જામનગર બાજુ આવે છે, જેથી ફલ્લા ગામથી આગળ રૂદ્રાક્ષ હોટલ પાસે હાઈવે રોડ ઉપર વોચમા રહી વોચ દરમ્યાન હકિકત મુજબનો હાજી ઉર્ફે દુનો આદમભાઈ ખફી ઉ.વ.૨૬ ધંધો મજુરી રહેવાસી સુમરા ચાલી, ઉનની કંદોરી પાસે, જામનગર વાળાઓ ગે.કા. માદક પદાર્થ ગાંજો ૨ કિલો ૯૦૦ ગ્રામ કિ.રૂ.૦૧,૪૫,૦૦૦/- તથા એક મોબાઈલ ફોન વિગેરે મળી કુલ કિંમત રૂપિયા કિ.રૂ.૦૧,૫૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઈ જતા મજકુર ઈસમો વિરૂધ્ધ પંચ "એ" ડીવી. પો.સ્ટે. બી-પાર્ટ ગુના રજીસ્ટર નંબર ૧૧૨૦૨૦૪૫૨૮૦૮૭૫/૨૦૨૬ એન.ડી.પી.એસ. એકટની કલમ ૮(સી), ૨૦(બી)(૨)(બી), ૨૯ મુજબ ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કબ્જે કરવામા આવેલ મુદ્દામાલ:-
(૧) ગાંજો ૨ કિલો ૯૦૦ ગ્રામ કિ.રૂ.૧,૪૫,૦૦૦/-
(૨) એક મોબાઈલ ફોન કિ.રૂ.૫,૦૦૦/-
મળી કુલ કિ.રૂ.૧,૫૦,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ
આ કાર્યવાહી એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર વી.બી.ચૌધરી તથા પંચ “એ” ડીવી. પો.સ્ટે.ના પોલીસ ઈન્સોકટરથી આઈ એ ઘાસરા તથા એસ ઓ જા સ્ટાદ તથા પંચ "એ" કીવી પો જે દ્વારા કરવામાં આવેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
