<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

ભૂજ વીજ તંત્રના ડમી મીટર કૌભાંડમાં જુનીયર આસિસ્‍ટન્‍ટ સહિત ત્રણ સામે ફોજદારીઃ ડે.ઇજનેરને નોટીસ ફટકારાઇ

આખુ કૌભાંડ ડે.ઇજનેર તૃપ્તી મકવાણાએ શોધી કાઢયું: હાલ તેમને પણ નોટીસ અપાઇ અગાવ આવી ‘કારીગરી' છે કે કેમ તે બાબતે તપાસ કમિટી બનાવતા સુપ્રિ. ઇજનેર ગોસ્‍વામી

 

 

રાજકોટ, તા. ર૬: પીજીવીસીએલના ભૂજ સર્કલના ભૂજ શહેરમાં જયુબેલી રોડ ઉપર આવેલ એક દૂકાનદારને ત્‍યાં ડમી મીટર લગાડવાનું કૌભાંડ ઝડપાતા સન્નાટો પ્રસરી ગયો છે.

દરમિયાન આ પ્રકરણમાં આજે બપોરે ૧ાા વાગ્‍યે ‘અકિલા' સાથેની વાતચીતમાં સુપ્રિ. ઇજનેરશ્રી જે.સી. ગોસ્‍વામીએ જણાવ્‍યું હતું કે આ પ્રકરણમાં ઝડપથી પગલા લઇ રહયા છી.

આ કૌભાંડી પ્રકરણમાં સંડોવાયેલ જુનિયર આસિસ્‍ટન્‍ટ ઓસમાણને સસ્‍પેન્‍ડ કરી નલીયા બદલી કરી નખાઇ છે.

શ્રી ગૌસ્‍વામીએ જણાવેલ કે ઉપરોકત જુનીયર આસિ. ઓસમાણ સરકી, જયુબેલી રોડ પરનો દુકાનદાર કે જેને ત્‍યાંથી ૪ લાખની વીજ ચોરી ઝડપાઇ, કનેકશન કાપી નખાયું અને બાદમાં ડમી મીટર મુકી, ૯૦ હજારમાં સેટલમેન્‍ટ કરી વીજ કનેકશન ચાલુ કરી દેવાયું, તે દુકાનદાર અને ભૂજનો કોન્‍ટ્રાકટર અને વચેટીયો તે ત્રણેય સામે ફોજદારી કરી દેવાઇ છે અને પોલીસે આજ સવારથી તપાસ શરૂ કરી છે.

સુપ્રિ. ઇજનેર શ્રી ગૌસ્‍વામીએ ‘અકિલા' ને જણાવેલ કે આ પ્રકરણમાં ભૂજના સીટી-ર સબ ડિવીઝનના ડે. ઇજનેર શ્રી તૃપ્તી મકવાણાને પણ તેમની સામે કેમ પગલા ન ભરવા અંગે શો-કોઝ નોટીસ પણ ફટકારાઇ છે.

આ ગૌસ્‍વામીએ જણાવેલ કે આ આખુ કૌભાંડ ડે. ઇજનેર શ્રી તૃપ્તી મકવાણાએ જ શોધી કાઢયું હતું, ઝડપી લીધુ હતું, પરંતુ નિયમોનું શો-કોઝ નોટીસ અપાઇ છે.

આ ઉપરાંત અગાવ આવા બીજા કોઇ પ્રકરણ બન્‍યા છે કે કેમ તે શંકાએ આખી કમિટી બનાવી ડે. ઇજનેરને વિસ્‍તૃત તપાસ સોંપ્‍યાનું અને કોર્પોરેટ ઓફિસે રીપોર્ટ મોકલી દેવાયાનું શ્રી ગૌસ્‍વામીએ ઉમેર્યુ હતું

(3:34 PM IST)