તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th August 2026
જૂનાગઢની નોબેલ આયુર્વેદિક કોલેજના લાંચ કેસમાં CBIએ FIR નોંધી
કોલેજના ટ્રસ્ટી પ્રતીક મોરી અને પ્રોફેસર ડૉ. અભય નલાવડે સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો :કોલેજના શૈક્ષણિક સ્ટાફના 13 લોકો કાગળ પર જ કાર્યરત હોવાનો આક્ષેપ

જૂનાગઢની નોબેલ આયુર્વેદિક કોલેજ સાથે સંકળાયેલા લાંચ કેસમાં CBIએ FIR નોંધી છે. કોલેજના ટ્રસ્ટી પ્રતીક મોરી અને પ્રોફેસર ડૉ. અભય નલાવડે સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કોલેજના શૈક્ષણિક સ્ટાફના 13 લોકો કાગળ પર જ કાર્યરત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ક્લીનચિટ અપાવવા માટે NCISM તપાસ સમિતિના સભ્યને રૂ.10 લાખની લાંચની ઓફર કરાઈ હોવાનો આરોપ છે. NCISM સમિતિના સભ્ય ડૉ. રૂપાલી મહાદિકે આ અંગે ફરિયાદ કરી હતી. આરોપ મુજબ વોટ્સએપ કોલ મારફતે લાંચની ઓફર કરવામાં આવી હતી અને લાંચની રકમ દિલ્હીમાં આપવાની હતી. સમગ્ર મામલે CBIએ કાર્યવાહી હાથ ધરી તપાસની જવાબદારી CBIના ઇન્સ્પેક્ટર ભૂપેન્દ્ર યાદવને સોંપી છે. લાંચનો મામલો સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો છે.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
