News of Thursday, 27th August 2026
ભાવનગર લઠ્ઠાકાંડના તાર કચ્છ સુધીઃ SMC દ્વારા કેમિકલની પૂછપરછ સંદર્ભે ઈશ્વરભા ગઢવીની ધરપકડ
નકલી દારૂ કૌભાંડના નેટવર્કના તાર ગુજરાતના અન્ય જિલ્લાઓ ઉપરાંત બીજા રાજ્યો સાથે જોડાયેલાઃ અગાઉ ભચાઉના ભવાનીપુર વિસ્તારમાંથી પૂર્વ કચ્છ પોલીસે આશરે ૨૦૦ થી ૩૦૦ લિટર શંકાસ્પદ કેમિકલનો જથ્થો પણ જપ્ત કર્યો' તો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૨૭: ભાવનગર જિલ્લામાં બ્રાન્ડેડ બોટલોમાં નકલી અને ઝેરી દારૂ બનાવી વેચવાના ચકચારી લઠ્ઠાકાંડની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ તેના તાર ગુજરાતના અન્ય જિલ્લાઓ સાથે પણ જોડાઈ રહ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે આ કેસમાં મોટી સફળતા મેળવીને તપાસનો વ્યાપ પૂર્વ કચ્છના ભચાઉ સુધી લંબાવ્યો છે. પોલીસે ભચાઉ ખાતેથી આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું મનાતા વધુ એક આરોપીની ધરપકડ કરી લીધી છે. કેમિકલ મોકલવાની ભૂમિકામાં શંકાસ્પદ એવા ઈશ્વરભા ગઢવીને ભચાઉથી ઝડપી લેવાયો છે. મળતી વિગતો અનુસાર, ભાવનગરમાં ઝેરી દારૂ (મિથેનોલ કેમિકલ યુક્ત) બનાવવામાં વપરાતું રો-મટીરિયલ અને કેમિકલ સપ્લાય કરવામાં જેની ભૂમિકા હોવાની શંકા સાથે વધુ પૂછપરછ અર્થે ઈશ્વરભા ગઢવીને એસએમસીની ટીમે કચ્છના ભચાઉથી દબોચી લીધો છે. અગાઉ ભચાઉના ભવાનીપુર વિસ્તારમાંથી પૂર્વ કચ્છ પોલીસે આશરે ૨૦૦ થી ૩૦૦ લિટર શંકાસ્પદ કેમિકલનો જથ્થો પણ જપ્ત કર્યો હતો, જેના કનેક્શન આ કૌભાંડ સાથે હોવાનું મનાય છે.
હાલમાં કુલ ધરપકડનો આંકડો ૨૮ પર પહોંચ્યો છે. ૧૪ દિવસના રિમાન્ડની માંગઆ ચકચારી કેસમાં એસએમસી અને સ્થાનિક પોલીસ દ્વારા અત્યાર સુધીમાં તબક્કાવાર કુલ ૨૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ભચાઉથી પકડાયેલા આરોપી ઈશ્વરભા ગઢવીની વધુ પૂછપરછ ચાલુ છે. દરમ્યાન પોલીસની સઘન તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ નેટવર્ક માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી, પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ કેમિકલ અને રો-મટીરિયલ મંગાવવામાં આવતું હતું.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
