News of Thursday, 27th August 2026
જામજોધપુર કલ્યાણપુર ગામે વાડીમાં નિંદણનું કામ કરતી વખતે વીજ કરંટ લાગતાં ખેતમજૂર મહિલાનું મૃત્યુ

જામજોધપુર, તા., ર૭: કલ્યાણપુર ગામમાં સંજયભાઈ ગધેથરીયાની વાડીએ ખેતમજૂરી માટે ગયેલા સુરતાબેન લક્ષ્મણભાઈ કાળુભાઈ છારેલ (ઉ.વ.૪૩), મૂળ મોરા ગામ, તા. મોરવાહડફ, જી. પંચમહાલના વતની હતા અને તા. ૨૫ ઓગસ્ટના બપોરના સુરતાબેન વાડીમાં નિંદણનું કામ કરતા હતા. દરમિયાન નિંદણ વાડીના શેઢે નાખવા જતાં ટી.સી. પાસે આવેલા વાયરના સંપર્કમાં આવતાં તેમને વીજ કરંટ લાગ્યો હતો, જેના કારણે તેમનું મળત્યુ નિપજ્યું હતું.
આ અંગે મળતકના પતિ લક્ષ્મણભાઈ કાળુભાઈ છારેલે શેઠ વડાળા પોલીસ મથકમાં બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ અકસ્માતે મોતની નોંધ કરાવી છે. બનાવની વધુ તપાસ એ.એસ.આઈ. ડી.આર. સાગઠીયા ચલાવી રહ્યા છે
દારૂની બોટલ સાથે પકડાયો
જામજોધપુર ગામમાં ધ્રાફા ફાટક પાસેથી પસાર થતા જય ઉર્ફે કિશન રાજેન્દ્ર ભાઈ ખાંટ ઉ.વ. ૩૪ ઉમિયાજી ગરબી ચોક સ્ટેશન પ્લોટમાં સસ્તા અનાજની દુકાનના ધંધા સાથે સંકળાયેલ શખ્સ ને પોલીસે આંતરી તલાશી લેતા તેમના કબ્જામાંથી અંગ્રેજી દારૂની બોટલ કિંમત રૂ. ૮૦૭ ૮૪ કિંમતની બોટલ નં - ૧ મળી હતી.
ત્યારે આ અંગ્રેજી દારૂની બોટલ કયાંથી દારૂની બોટલનો મુખ્ય ડીલર કોણ જેમની આગળની તપાસ પુરેપુરી થશે કે પછી આટલી કાર્યવાહીથી જ સંતોષ માનશે તેવું ચર્ચાઇ રહ્યું છે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
