<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

ગેડિયા ગામે પિતા - પુત્રના એન્‍કાઉન્‍ટર કેસમાં કોર્ટ દ્વારા સી-સમરી રદ DYSP તથા આરોપીઓના વકીલ દ્વારા રિવિઝન અરજી દાખલ

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ર૭ :.. ૨૦૨૧ ના વર્ષમાં ચર્ચાસ્‍પદ ગેડિયા એન્‍કાઉન્‍ટર કેસ કોર્ટમાં આગળ ચલાવવામાં આવી રહ્યો છે ત્‍યારે ૨૦૨૧ના વર્ષમાં તત્‍કાલીન માલવણ પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ વિરેન્‍દ્રસિંહ જાડેજા અને અલગ અલગ સાત જેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા ગેડિયા ગામે રાત્રિ દરમિયાન જઈ અને પિતા પુત્ર ઉપર ગોળીબાર કરી અને તેમને મોતના ઘાટ ઉતારવામાં આવ્‍યા હતા અને આ અંગે એફએસએલ રિપોર્ટ અને અલગ અલગ પ્રકારના પ્રત્‍યક્ષ દર્શીઓના નિવેદનો અને પુરાવાને ધ્‍યાન રાખી અને પાટડી કોર્ટ દ્વારા પીએસઆઇ વીએન જાડેજા સહિત સાત જેટલા પોલીસ કર્મચારીઓ ઉપર કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્‍યા હતા અને એસઆઇટીની ટીમ દ્વારા જે સી સમરી ભરવામાં આવી હતી તે પણ રદ કરી નાખવામાં આવી હતી.

ે હવે આ અંગે તપાસ આગળ ચાલી રહી છે ત્‍યારે કોર્ટ દ્વારા સી સમરી રદ કરવામાં આવ્‍યા બાદ આ સમગ્ર મામલો ધાંગધ્રા સેશન્‍સ કોર્ટમાં પહોંચ્‍યો હતો અને આ અંગે ડીવાયએસપી જુગલ પુરોહિત દ્વારા રિવિઝન અરજી ફાઈલ કરવામાં આવી હતી અને આ સીસમરી રદ કરવા માટે ના નિર્ણય ઉપર રોક લગાવવા અને સીસમરી ચાલુ રાખવા માટે ખુદ ડીવાયએસપી દ્વારા ધાંગધ્રા સેશન કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી.

આમ ફરિયાદી ના વકીલે ખુબજ ન્‍યાયપૂર્વક ફરિયાદી નો પક્ષ રાખી dysp ને ફરિયાદી /ભોગવનાર ની સાથે રહેવાનું હોય તથા ઘણી બધી દલિલો કોર્ટે માં ચાલેલી હતી ત્‍યારે પીએમ રિપોર્ટ અને અલગ અલગ પ્રકારના પુરાવાઓ જોઈ અને પાટડી કોર્ટ દ્વારા સીસમરી રદ કરવાનો નિર્ણય તો કરવામાં આવ્‍યો પરંતુ તે સીસમરી ચાલુ રાખવાની  તથા સમન્‍સ અટકાવા ધાંગધ્રા કોર્ટ દ્વારા જુગલ પુરોહિતની  પોતાની પર્સનલી પાર્ટી બની રિવિઝન અરજી દાખલ  થયેલ જેમાં ફરિયાદી ના વકીલ પુનિત દવે એ સખત વિરોધ કરેલો નિર્ણય કરવામાં આવ્‍યો હતો પરંતુ ફરિયાદીના વકીલ દ્વારા આ અંગે ફરી ડિફેન્‍સ કરવામાં આવ્‍યું હતું અને ડિફેન્‍સ દરમિયાન ધાંગધ્રા કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી અને આ દલીલોના આધારે ધ્રાંગધ્રા અડી.સેશન્‍સ કોર્ટે આગામી મુદતની તારીખ ૨ સપ્‍ટેમ્‍બર આપવામાં આવી છે.

હવે સમગ્ર ગેડીયા ગામે પિતા હનીફ ખાન મલેક અને પુત્ર મદીન ખાન મલેકના પોલીસ એન્‍કાઉન્‍ટર મુદ્દે હવે કેસ આગળ વધી રહ્યો છે ત્‍યારે સિસમરી ટકાવી રાખવા માટેની ધાંગધ્રા કોર્ટમાં રિવિઝન અરજી બાદ હવે ફરી ફરિયાદી દ્વારા પણ વાંધો ઉઠાવવામાં આવ્‍યો છે અને હવે ૦૨ સપ્‍ટેમ્‍બરની મુદત આપવામાં આવી છે સમગ્ર ઘટના અંગે ૦૨ સપ્‍ટેમ્‍બર નિર્ણય કરવામાં આવશે .

ફરિયાદીના વકીલ પુનિત દવે સાથે આ મુદ્દે વાત કરવામાં આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે સિસમરી પાટડી કોર્ટ દ્વારા રદ કરી દેવામાં આવી છે ત્‍યારે હવે આ કેસ આગળ વધી રહ્યો હતો અને સાત પોલીસ કર્મચારીઓને હાજર થવા અંગેની આદેશ પણ પાટડી કોર્ટ દ્વારા આપવામાં આવ્‍યો હતો જેમાં પીએસઆઇ વિરેન્‍દ્રસિંહ જાડેજા રાજેશભાઈ સવજીભાઈ શૈલેષભાઈ પ્રહલાદભાઈ કિરીટભાઈ ગણેશભાઈ અને દિગ્‍વિજયસિંહ ગોવિંદભાઈ અને પહલાદભાઈ પ્રભુભાઈને હાજર થવા માટેના આદેશ આપવામાં આવ્‍યા હતા પરંતુ આ મુદ્દે તપાસ કરતાં મુખ્‍ય અધિકારી ડીવાયએસપી જુગલ પુરોહિતે ધાંગધ્રા કોર્ટમાં રિવિઝન અરજી ફાઈલ કરી હતી તથા આરોપીઓ ના વકીલ દ્વારા ણૂ સમરી તથા સામન્‍શ ને ચેલેન્‍જ કરતી રિવિઝન તથા સ્‍ટે અરજી કરેલ હતી જેમાં ફરિયાદી ને નોટિસ મળ્‍યા પેલા આ અરજી માં વચગાળા નો સ્‍ટે મળેલો હતો જેને સ્‍ટે રદ કરવા તથા  કોર્ટે કરેલો હુકમ સાચો અને ખરો છે એ જણાવતા હાલની બને અરજીઓની ભારપૂર્વક રજૂઆતો પુનિત દવે એડવોકેટ દ્વારા કરવામાં આવી હતી અને દલીલોના આધારે બે સપ્‍ટેમ્‍બરે આ અંગેનો નિર્ણય ધાંગધ્રા કોર્ટ દ્વારા કરવામાં આવશે એવી શકયતાઓ છે આમ  કોર્ટે આ અરજીઓ ની તારીખ ૨ September એ રાખેલ છે . સિસમરી રદ કરતા પહેલા પાટડી કોર્ટ દ્વારા અલગ અલગ પુરાવાઓ ચેક કરવામાં આવ્‍યા હતા જેમાં સરકારી રિવોલ્‍વર અને હથિયારો માંથી ફાયરિંગ થયા હોવાનું સામે આવ્‍યું હતું અને મળત્‍યુ પામેલા પિતા પુત્ર એ ધાર્યું મારવાનો પ્રયત્‍ન કર્યા હોવાનું પોલીસે ફરિયાદમાં જણાવ્‍યું હતું પરંતુ એફ એસ એલ ના રિપોર્ટમાં તેમાં લોહીના કોઈ નિશાન મળી આવ્‍યા ન હતા તથા ઘણા બધા સાહેદો ના નિવેદન પણ લેવા માં આવેલ હતાં તથા તમામ પુરાવા ન નિષ્‍કર્ષના અંતે સી- સમરી ફગાવી હતી આમ  નામ પાટડી કોર્ટે એ આ બાબતને ગંભીરતા થી લીધેલ હતી   ત્‍યારે એના અંગે હવે બે સપ્‍ટેમ્‍બરના રોજ ધાંગધ્રા કોર્ટમાં સુનાવણી થશે તેમ જાણવા મળે છે

(11:29 AM IST)