News of Thursday, 27th August 2026
કોટડાસાંગાણીના વડીયા ગામે ૭.૮૨ લાખની મતાની ચોરી
ખેતીકામ કરતા પ્રવિણસિંહ જાડેજા રાજકોટ સ્થિત પુત્રના ઘરે ગયા બાદ તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી રોકડ- દાગીના ઉસેડી ગયા

રાજકોટ તા.૨૭: કોટડાસાંગાણીના વડીયા ગામે તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી રોકડ અને દાગીના મળી કુલ ૭.૮૨ લાખની મતા ચોરી કરી ગયા હતા.
મળતી વિગતો મુજબ કોટડાસાંગાણીના વડીયા ગામે શિવ મંદિર પાસે રહેતા પ્રવિણસિંહ મંગળસિંહ જાડેજા (ઉ.વ.૭૦ ધંધો.નિવૃત)ના બંધ મકાનના તસ્કરોએ તાળા તોડી સોનાના ઘરેણા આશરે ૧૨.૫ તોલા જેની આશરે કિમત રૂા.૬,૬૨,૫૦૦/- તથા ચાંદીની ચીજવસ્તુ આશરે નવસો ગ્રામ કિંમત રૂા.૬૦,૦૦૦ તથા જુના ચલણી સિક્કા જુદા-જુદા દરના આશરે એક હજાર જેટલા જેની કિંમત રૂા.૨,૦૦૦/- તથા રોકડા રૂપિયા આશરે ૫૮,૦૦૦/- જેટલા એમ કુલ કી.રૂ.૭,૮૨,૦૦૦/-ની મતા ચોરી કરી ગયા હતા.
ફરીયાદી પ્રવિણસિંહ જાડેજા રાજકોટ સ્થિત તેના પુત્ર ત્યાં ગયા હતા ત્યારે તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી રોકડ-દાગીના ચોરી ગયા હતા. આ અંગે અજાણ્યા ઇસમો સામે ફરીયાદ થતા કોટડાસાંગાણી પોલીસે તપાસ હાથધરી છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
