<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

ગોંડલમાં વિદેશી દારૂ ભરેલી કાર સાથે મહિલા સહિત ૩ ને રૂરલ એલસીબીએ ઝડપી લીધા

કારમાં ચોરખાનુ બનાવી દારૂ છુપાવ્‍યો'તો : કાર સહિત ૩.૬૯ લાખનો મુદામાલ કબ્‍જે

તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ દારૂના જથ્‍થા સાથે નજરે પડે છે. 

રાજકોટ, તા., ર૭: ગોંડલમાં વિદેશી દારૂ ભરેલી કાર સાથે મહિલા સહિત ૩ શખ્‍સોને રૂરલએલસીબીએ ઝડપી લીધા હતા. રાજકોટ ગ્રામ્‍ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા દારૂ  જુગારની પ્રવૃતિ નાબુદ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે ગોંડલ શહેર વિસ્‍તારમાં એલસીબી સ્‍ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય જે દરમ્‍યાન ખાનગી રાહે હકીકત મળેલ કે સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની અર્ટીગા કાર રજી નં. જીજે ૧પ સીડી ૩૮પ૪ વાળી મા. ગે.કા. રીતેભ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્‍થો ભરી વહન કરી આટકોટથી જેતપુર તરફ જનાર છે જે હકીકતના આધારે કાર નીકળતા આડશ કરી કાર રોકી ચેક કરતા કારના ચોરખાનામાં અંગ્રેજી દારૂનો જથ્‍થો રાખી હેરફેર કરતા આરોપી(૧) નીતેષભાઇ કેશુભાઇ જીવનભાઇ ઘોડી આરોપી નં. (ર) અર્ચનાબેન સુરેશભાઇ કાશીનાથ મંજવેલકર  તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોરને ઝડપી લીધા હતા. જયારે ૧૮૦ એમએલની બોટલ  કિ. ૬૧૪૦૦ તથા કાર મળી કુલ ૩.૬૯,૯૪૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે દારૂનો જથ્‍થો મંગાવનાર તરીકે કમલ ઉર્ફે ટીનો દયારામભાઇ નિમાવત રે. જેતપુરનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

આ કાર્યવાહી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યના પીઆઇ જે.પી. રાવ તથા પીએસઆઇ કે.એમ. ચાવડ, પીએસઆઇ એચ.સી. ગોહીલ, પીએસઆઇ આર.બી. ભીમાણી, પીએઅસઆઇ પી.એન. ભરવાડ તથા એએસઆઇ બાલકૃષ્‍ણભાઇ ત્રિવેદી, એએસઆઇ ઇન્‍દ્રસિંહ જાડેજા, એએસઆઇ જયવિરસિંહ રાણા, એએસઆઇ અનિલભાઇ ગુજરાતી તથા હે.કો. પ્રહલાદસિંહ રાઠોડ, હે. કો. ભગીરથસિંહ જાડેજા તથા હે. કો. ધર્મેન્‍દ્રભાઇ ચાવડા તથા પો. કો. રણજીતભાઇ બોરડ તથા પો. કો. વિજયભાઇ ખડીયા તથા પો. કો. ભાવેશભાઇ મકવાણા તથા પો. કો. વિજયભાઇ સીહાર  કરી છે

(11:38 AM IST)