તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th August 2026
જામનગરમાં જુગારધામ પર રાજકોટ રેન્જ ટીમનો દરોડો: જાહેરમાં તીનપત્તી રમતા 7 જુગારીઓ ઝડપાયા, રૂ. 1.81 લાખ રોકડા સહિત કુલ રૂ. 4.61 લાખનો મુદ્દામાલ જપ્ત
પંચકોષી બી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના નાઘુના ગામે અંધારાવાળા છોલાના પુલ નીચે પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી - 7 મોબાઇલ ફોન અને 4 મોટરસાયકલ પણ કબજે, નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલિપ્ત રાયની સૂચનાથી રેન્જ ટીમે કરી કામગીરી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૭ : નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલિપ્ત રાય (IPS), રાજકોટ વિભાગ, રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં પ્રોહિબીશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બાબતે સખત કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન મુજબ રેન્જની ટીમે બાતમીદારો પાસેથી માહિતી મેળવી ટેકનીકલ એનાલીસીસ કરી વોચ ગોઠવી હતી.
દરમ્યાન મળેલ હકીકત આધારે પો.સ.ઈ. એ.વાય.ઉધાસ તથા સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કાસમભાઈ બ્લોચ, વનરાજભાઈ મકવાણા, મીતેશભાઈ પટેલ, કમલેશભાઈ રબારી, વિપુલભાઈ મોરી, નવલદાન ગઢવી, પરેશભાઈ સાંજવા તથા ડ્રા. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગર જિલ્લાના પંચકોષી બી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના નાઘુના ગામે અંધારાવાળા છોલાના પુલની નીચે જાહેરમાં નશીબ આધારીત તીનપત્તીનો જુગાર રમતા કુલ 7 ઇસમોને ઝડપી પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.1,81,000/-, 7 મોબાઇલ ફોન અને 4 મોટરસાયકલ મળી કુલ રૂ.4,61,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પકડાયેલા આરોપીઓ(1) હસમુખ હેમંતભાઈ હીરજીભાઈ અકબરી રહે. ગામ નાઘુના તા.જી.જામનગર (2) ગૌતમ મનસુખભાઈ લાખાભાઈ વેકરીયા રહે. જ્યોતીપાર્ક શેરી નં-02 જામનગર (3) ભાવેશ ચનાભાઈ માવજીભાઈ પ્રાગડા રહે. ગામ ઠેબા તા.જી. જામનગર (4) જલક નંદલાલ ગોકળભાઈ મોરડ રહે.પુષ્કરધામ લાલપુર બાયપાસની બાજુમાં જામનગર (5) જસ્મીન અમૃતભાઈ ચનાભાઈ સોરઠીયા રહે.રઘુવીરપાર્ક લાલપુર ચોકડી જામનગર (6) રાજેશ અરજણભાઈ કમાભાઈ અકબરી રહે. ગામ નાઘુના તા.જી. જામનગર (7) ચીરાગ કેશુભાઈ ગોકળભાઈ વાડોદરીયા રહે. અશોકવાટીકા કતીપાન પાસે જામનગર છે.
તમામ આરોપીઓને ધોરણસર અટક કરી તેમના વિરુદ્ધ જામનગર જિલ્લાના પંચકોષી બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
