તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 27th August 2026
વિંછીયા પાસે વિદેશી દારૂ ભરેલી કાર રૂરલ એલસીબીએ ઝડપી લીધી
કાર સહિત પ.૬૮ લાખના મુદામાલ સાથે કિરણ મકવાણાની ધરપકડ

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર દ્વારા દારૂ-જુગારની પ્રવળતિ નાબુદ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ આપેલ હોય જે અન્વયે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.શાખાના પોલીસ ઇન્સ્પેકટર જે.પી.રાવ ના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડના પો.સબ.ઇન્સ. પી.એન. ભરવાડ તથા એલ.સી.બી. સ્ટાફે જસદણ ડીવીઝન વિસ્તારમા પેટ્રોલીંગમાં દરમ્યાન કિરણ કલાભાઇ મકવાણા રહે,ખડવાવડી તા.જસદણ સફેદ કલરની ૧-૨૦ કાર રજી. નં-જીજે-૩૭-જે ૬૪૪૭ વાળીમાં મળી કુલ રૂા. પ,૬૦,૪૪૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. આ દારૂનો જથ્થો ઇશ્વર ઉર્ફે ઇસો બાવળીયા રે. મોટા મકત્રા તા. વિંછીયાનો હોવાનું ખુલ્તા તેની શોધખોળ હાથ ધરી છે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
